ખેડૂત તરીકે ખોટી સહી કરનારા ચંપક લાડ ઝડપાયા ભાજપ ધારાસભ્ય ઘોઘારી સહિત ૧૪ સામે જમીન કૌભાંડનો ગુનો,૧ની ધરપકડ

0
8

સુરત,તા.૨૦
કરંજના ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત ૧૪ સામે ગોડાદરાની કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવાનો ગુનો નોંધાયો હતો. ઝીણવટભરી તપાસના અંતે સીઆઇડી ક્રાઇમની ટીમે ૧૪માંથી એક ખેડૂત તરીકે ખોટી સહી કરનારા ચંપક લાડની ધરપકડ કરી છે.
ગોડદરા રહેતા ઉષાબહેન ગોપાલભાઈ લાડે એપ્રિલ ૨૦૧૭માં લિંબાત પોલીસ મથકમાં પ્રવીણ ઘોઘારી સહિત ૧૪ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ એવી હતી કે તેમના પિતા ગોપાલભાઈ, કાકા ઠાકોરભાઇની માલિકીની ગોડાદરા રેવન્યુ સરવે નં. ૧૩૯-૩, બ્લોક નં. ૧૩૯ની જમીન આ બંનેના અવસાન બાદ બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી હડપ કરી ત્યાં ખોડિયારનગર સોસાયટી ઊભી કરી દીધી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે તા. ૨૧-૧૦-૧૯૯૫એ ગોપાલભાઈનું, તા. ૨૩-૯-૨૦૦૩એ ઢાકોરભાઇનું અવસાન થયું ત્યાર પછી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કરોડોની કિંમતની જમીન હડપ કરી હતી. પોતાનો કબજા ન હોવા છતાં તમામ આરોપીઓએ કબજા મેળવી લઈ તેના પર ખોડિયારનગર સોસાયટી પણ ઊભી કરી દીધી હતી. ગુનામાં સીઆઇડી ક્રાઇમની ટીમે ખેડૂત ચંપક કલ્યાણ લાડની મંગળવારે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા ૧ દિવસના મંજૂર થયા છે. જમીનના દસ્તાવેજામાં ખેડૂત તરીકેની બોગસ સહી કરી હતી તેમ તપાસનીશ અધિકારી સીઆઇડી ક્રાઇમના પોઈ ભાર્ગવ પંડ્યાએ કહ્યુ હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY