એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં ૪૦ રૂપિયામાં ભોજન મળશે

0
13

ન્યુ દિલ્હી,તા.૨૭
રેલવે પ્રવાસ દરમિયાન ખાણીપીણીના મન પ્રમાણે ભાવ વસુલનારા ફેરિયાઓથી જા તમે પરેશાન થતાં હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. તમને જાણીને આશ્રર્ય થશે કે એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ શ્રેણીમાં ભોજનની થાળીની કિંમત માત્ર ૪૦ રુપિયા છે. જ્યારે રાજધાની અને દૂરંતો જેવી વીઆઈપી ટ્રેનોમાં ભોજનની થાળી માત્ર ૧૪૦ રુપિયામાં ઉપલબ્ધ છે.
આ મામલે કરવામાં આવેલા એક આરટીઆઈમાં રેલવે બોર્ડ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે જે અનુસાર શતાબ્દી, રાજધાની તથા દૂરંતો ટ્રેનોમાં ટિકિટની સાથે લેવામાં આવનારા કેટરિષ્ગ દર યાત્રીની ટિકિટની શ્રેણી અનુસાર અલગ અલગ હોય છે.
પ્રથમ એસી તથા એક્ઝિક્યૂટિવ ક્લાસ (ઈસી)માં સવારે ચાની કિંમત ૧૫ રુપિયા તથા અન્ય શ્રેણીઓમાં ૧૦ રુપિયા હોય છે. સવારે નાસ્તા ફસ્ટ એસી તથા ઈસીમાં ૯૦ રુપિયા, સેકન્‌ંડ તથા થર્ડ એસી ચેરકાર(સીસી)માં ૭૦ રુપિયા તથા સ્લીપર ક્લાસમાં ૪૦ રુપિયામાં છે. દિવસ અને રાતના ભોજનના ફ²ટ એસી તથા ઈસીમાં ૧૪૦ રુપિયા, સેકન્ડ અને થર્ડ એસી તથા સીસીમાં ૧૨૦ રુપિયા તેમજ સ્લીપર ક્લાસમાં ૭૫ રુપિયા હોય છે.
રાતનું જમવાનું ન મળતું હોય તેવી ટ્રેનોમાં ફસ્ટ એસી તથા ઈસીમાં સાંજનું જમવાનું ૪૫ રુપિયા છે જ્યારે સેકન્ડ અને થર્ડ એસીમાં ૪૫ રુપિયા તેમજ સ્લીપર ક્લાસમાં ૨૦ રુપિયા છે.
આરટીઆઈ માહિતીમાં આપેલી વિગતો મુજબ આ દરો ૯મી એપ્રિલ ૨૦૧૮થી લાગૂ કરવામાં આવ્યા છે. જા કે એ માહિતી જાણવા નથી મળી કે ઉપભોકતા સ્લીપર ક્લાસમાં યાત્રા કરી રહ્યો હોય તો ય ફસ્ટ ક્લાસ કે સેકન્ડકે થર્ડ એસી કક્ષાનું ભોજન મંગાવી શકે કે નહિં આ પ્રકારનું ભોજન ગ્રાહકને ઉપલબ્ધ કરાવી શકાય કે નહિં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY