ફેસબુક પર સરકારી અધિકારી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરનારને ૨ લાખનો દંડ

0
47

નૈનીતાલ,તા.૯
ફેસબુક પર ઉત્તરાખંડના SC/ST પંચના સેક્રેટરી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ મૂકવા બદલ હલદ્વાનીના રહેવાસી ચંદ્રશેખર કારગેતીને બે લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કેસની ગંભીર નોંધ લેતા ન્યાયમૂર્તિ લોકપાલ સિંહની બનેલી સિંગલ બેંચની ખંડપીઠે કારગેતી પર બે લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો છે.
સામાજિક કલ્યાણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર નોતિયાલે કારગેતી વિરુદ્ધ એફઆઇાર દાખલ કરી હતી. આ એફઆઇઆરમાં અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે કારગેતીએ મને બદનામ કરવા માટે વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરી હતી.
આ એફઆઇઅઆરમાં નોતિયાલે વધુમાં જણાવ્યું હતું કે કારગેતીએ ફેસબુક પર મારી વિરુદ્ધ ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. જેના કારણે મને માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY