પાક.ને મોટો ફટકો : અમેરિકા સંરક્ષણ સહયોગમાં ૮૦ ટકાનો ઘટાડો કરશે

0
9

વાશિંગ્ટન,તા.૨૯
પાકિસ્તાનને અમેરિકા તરફથી મળનારા સંરક્ષણ સહયોગ હેઠળની આર્થિક મદદમાં ૮૦ ટકા સુધીના ઘટાડાની શક્્યતા છે. વિશેષજ્ઞો પ્રમાણે, સંરક્ષણ ક્ષેત્રમાં આર્થિક મદદમાં પાકિસ્તાનને દર વર્ષે મળનારી ૭૦ કરોડ ડોલરની રકમ આગામી વર્ષે માત્ર પંદર કરોડ ડોલરની થાય તેવી શક્યતા છે.
આ રકમને પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાને ઘણી શરતોનું પાલન કરવું પડશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ૨૦૧૯ માટે અમેરિકાના સંરક્ષણ ખર્ચનો ખરડો આગામી સપ્તાહે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ હસ્તાક્ષર માટે મૂકવામાં આવશે. પરંતુ આમા પહેલીવાર પાકિસ્તાનને આપવામાં આવતી સુરક્ષા મદદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ સહાયતાને આતંકવાદીઓના આશ્રયસ્થાનો અને હક્કાની નેટવર્ક સામેની કાર્યવાહીના નામે આપવામાં આવતી હતી. પાકિસ્તાનને બિન-નાટો સહયોગી તરીકે આપવામાં આવતી આર્થિક મદદમાં ઘટાડો કરીને માત્ર પંદર કરોડ ડોલરની સહાયતા આપવામાં આવે તેવી શક્યતા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY