કાંગ્રેસ-એનસીપી ભ્રમ અને ફેક ન્યૂઝ ફેલાવે છે : ફડણવીસ

0
8

મુંબઈ,તા.૨૮
ભાજપ-શિવસેનાના વિકાસના કામકાજ સામે સ્પર્ધા ન કરી શકનારી કાંગ્રેસ અને એનસીપી ખોટી માહિતી દ્વારા ભ્રમ પેદા કરે છે અને ફેક ન્યૂઝની મદદ લઈ રહી છે, તેવો આક્ષપ કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કાંગ્રેસ-એનસીપી પર શાબ્દિક હુમલો કર્યો હતો. ફડણવીસે જણાવ્યું હતું કે કાંગ્રેસ-એનસીપી એક મંચ પર આવે અને પોતે પંદર વર્ષમાં કરેલા કામકાજ અંગે જણાવે અને હું મારા ચાર વર્ષના કામ જણાવીશ. તે બાદ લોકોને જણાશે કે કઈ રીતે આ પક્ષોએ દસકા સુધી તેમની છેતરામણી કરી છે. પોતાના કામકાજના આકડાં દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે વર્લ્ડ બૅંકે સ્વીકાર્યું છે કે આપણે બનાવેલા રોડ અગાઉના રોડ કરતા ૯૯ ટકા વધારે સારી ગુણવત્તાના છે. અત્યાર સુધીમાં ૩૦, ૦૦૦ કિમી ગ્રામીણ માર્ગ બનાવ્યા છે. મહારાષ્ટ્રપહેલા શિક્ષણ મામલે દેશમાં ૧૮માં સ્થાને હતું, પરંતુ હવે ત્રીજા સ્થાને છે.
ભાજપના પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવેએ જણાવ્યું હતું કે કાંગ્રેસ લોકોને ભાજપ મામલે મૂંઝવણમાં મૂકી રહી છે. જાકે તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ ૨૦૧૪ કરતાં પણ વધારે બેઠકો લાવી, વિજયી બનશે. બાન્દ્રા ખાતે ભાજપના વિધાનસભ્યો અને પદાધિકારીઓની બેઠકમાં તેમણે કાંગ્રેસની ટીકા કરતા જણાવ્યું હતું કે પહેલા તેમણે લોકોને મનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયા એટલે હવે મુંઝાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ પાસે સૌથી વધુ સંખ્યામાં જિલ્લા પરિષદ, ગ્રામ પંચાયત છે અને આખા રાજ્યમાં આપણા ૫,૦૦૦ સરપંચ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY