મુંબઈ,તા.૭
લેટેસ્ટ સગવડ-સુવિધા ધરાવતી વેનિટી વાન દ્વારા બોલિવૂડના મોટા ભાગના સ્ટાર્સ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરે છે. હવે આ સ્ટાર્સ તકલીફમાં આવી પડે એવી પરિસ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે આવી વેનિટી વાન પરના ટેક્સમાં વધારો કરતાં આવતા સપ્તાહથી વેનિટી વાન એસોસિયેશને હડતાળ પર જવાની ધમકી ઉચ્ચારી હતી. આવી વેનિટી વાનમાં ટેબલ-ખુરસી, સોફા કમ બેડ, રેફ્રિજરેટર, ટોયલેટ, ટીવી તથા એન્ટેના સહિતના ટેલિફોન જેવી આધુનિક સગવડો હોય છે અને મોટા ભાગના એ લિસ્ટના કલાકારો પોતાની કારને બદલે આવી વેનિટી વાનમાં શૂટિંગ ડબિંગ કરવા જતાં હોય છે. એથી એમની ઓળખ પણ છૂપી રહે છે અને ભીડભાડથી બચી જવાની સગવડ મળી રહે છે.
હવે વેનિટી વાનના માલિકોએ હડતાળની ધમકી આપી છે અને પોતપોતાના સ્ટાર્સને આ વિશે જણાવી દીધું છે કે સોમવારથી તમને વાનની સગવડ નહીં મળે. મોટા ભાગના સ્ટાર્સ આ
રીતે ભાડાની વાન વાપરતા રહ્યા છે કારણ કે મુંબઇ મહાનગરમાં વાન પાર્ક કરવાની કે ટ્રાફિક જામમાંથી બહાર નીકળવાની સમસ્યા વિકરાળ સ્વરૃપ ધારણ કરી ચૂકી છે. એસોસિયેસનના પ્રમુખ કેતન રાવલે કહ્યુ કે માત્ર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અનિલ કપૂર અને રિતેશ દેશમુખ પાસે પોતાની માલિકીની વાન છે. બાકીના બધા ભાડાની વાન વાપરે છે. અમે એ સૌની માફી માગી લીધી છે તેમણે વધુમાં એવી માહિતી આપી હતી કે રાજ્ય સરકાર નિયમની ઉપરવટ જઇને દરેક વાન માલિક પાસે સવા લાખ રૃપિયા ટેક્સ વસૂલે છે. નિયમ મુજબ ૧ર હજાર રૃપિયા ટેક્સના ચૂકવવાના થાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



