અમેરિકામાં ગુજરાતીઓ અસુરક્ષિત : સ્ટોર માલિકને લૂંટ્યો,મહિલા પર લૂંટના ઈરાદે હુમલો

0
33

ગ્રિનવિલ,તા.૨૨
અમેરિકામાં ગુજરાતીઓ પર કરવામાં આવતા હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ગત અઠવાડિયે જ એક ગુજરાતીની સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો હતો. જે બાદમાં હવે વધુ બે ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના બનાવ સામે આવ્યા છે. બંને ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
છેલ્લા વર્ષમાં બનેલી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે કે અમેરિકામાં હવે ગુજરાતીઓ અને ભારતીયો લૂંટારુઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે. તાજેતરના બે બનાવમાંથી એકમાં ગુજરાતી સ્ટોરી માલિકને લૂંટી લેવામાં આવ્યાની ઘટના બની છે. આ ઘટના અમેરિકાના સાઉથ કોરાલીનાના ગ્રિનવિલ શહેરની છે. જ્યાં એક સ્ટોર માલિકને લૂંટી લેવામાં આવ્યો હતો. સ્ટોરમાં હાજર વ્યક્તિએ લૂંટારુંને તમામ રોકડ આપી દેતા તેનો જીવ બચી ગયો છે.
સીસીટીવીમાં જાઈ શકાય છે કે એક વ્યક્તિ ગન સાથે સ્ટોરમાં પ્રવેશ કરે છે. જાકે, સ્ટોરમાં અન્ય બે ગ્રાહકોની હાજરી હોવાથી તે થોડા સમય માટે ચૂપચાપ ઉભો રહે છે. બંને ગ્રાહકો સ્ટોરની બહાર નીકળતાની સાથે જ તે સ્ટોરી માલિક પાસે જઈને તેની સામે ગન મૂકી દે છે. સ્ટોર માલિકે કોઈ પ્રતિકાર કર્યા વગર તેની પાસે રહેલી તમામ કેશ આપી દેતા તેનો જીવ બચી ગયો હતો.
બીજા એક બનાવમાં એક ગુજરાતી મહિલા પાસેથી લૂંટારુંઓએ પર્સ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા પોતાની કારમાંથી બહાર નીકળીને કોઈ સ્ટોરમાં પ્રવેશ કરવા જઈ રહી હતી ત્યારે એક લૂંટારાએ તેના પર હુમલો કરી દીધો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY