ન્યુ દિલ્હી,તા.૧૭
બજારમાં આજકાલ મોટી સંખ્યામાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર અનેક પ્રકારની દવાઓ વેચાઈ રહી છે. જેના પર હવે કેન્દ્ર સરકાર ત્રાટકવાની તૈયારીમાં છે. કેન્દ્ર ફાર્માસૂટિકલ કંપનીઓ દ્વારા મંજૂરી વગર વેચવામાં આવી રહેલી દવાઓ પર પગલા ભરશે. કેન્દ્ર સરકાર એ ઉત્પાદકો પર ગાળિયો કસશે જે ક્લિનિક ટ્રાયલ વગર અને મંજૂરી વગર જ ઈમરજન્સી કાન્ટ્રાસેપ્ટિવ, એન્ટી-ઓવેસિટી અને ફર્ટિલિટી ફોર્મ્યુલેશન જેવી દવાઓ બજારમાં વેચી રહ્યાં છે.
ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટમાં આ સંશોધન એટલા માટે લાવવામાં આવશે જેથી કરીને કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી દવાઓની ગુણવત્તા નક્કી કરી શકાય અને મોટી ફાર્માસૂટિકલ કંપનીઓના લેબલ સાથે વેચી શકાય.
ડીસીજીઆઈના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમે આ મામલે એફઆઈઆર નોંધી રહ્યાં છીએ અને તપાસ ચાલી રહી છે. અમે અનેક કંપનીઓને આવી દવાઓ બનાવવા અને તેનું માર્કેટિંગ કરવા બદલ કારણ દર્શાઓ નોટિસ પાઠવી છે. તેમણે ઉમેર્યું હતું કે, તપાસ દરમિયાન એક ઈન્સ્પેક્ટરને આ દવાઓ બનાવવા માટે ચીનમાંથી માલ મંગાવવામાં આવી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. આ સામાન ચીનમાંથી ફૂડ આઈટમ્સના સ્વરૂપમાં મંગાવવામાં આવતો હતો.
ડ્રગ્સ અને કેમિસ્ટ એક્ટ અંતર્ગત દોષિત જણાઈ અવાતા ૩ થી ૫ વર્ષની સજા અને ૧ લાખ રૂપિયાના દંડની જાગવાઈ છે. જોકે આવા કેસોમાં મોટા ભાગે ઉત્પાદક જ દોષિત જણાઈ આવે છે અને મોટી ફાર્મા કંપનીઓ વર્તમાન કાયદાની જાળમાંથી છટકી જાય છે. સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂડાને પણ તમામ રાજ્યોના સચિવોને પત્ર લખીને સૂચના અપી છે કે, આવી કંપનીઓની પુરી તપાસ થયા બાદ જ લાઈસેન્સ આપવામાં આવે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



