ક્યાં ગઇ ૫૬ ઇંચની છાતી અને લાલ આંખ : રણદિપ સુરજેવાલ

0
7

ન્યુ દિલ્હી,તા.૨૦
સરહદ પર પાકિસ્તાન તરફથી વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સરહદ પર ઘર્ષણ વધી રહ્યું છે. સરહદ પારથી થતાં ગોળીબારનો આપણાં જવાન શિકાર થઇ રહ્યાં છે. મંગળવારે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ પાસે આતંરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્્યૂરિટી ફોર્સ(મ્જીહ્લ)ના એક જવાનનું ગળું કાપ્યું જેને લઇને રાજકિય સંગ્રામ શરૂ થઇ ગયો છે. આ ઘટનાને લઇને કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના નેતા રણદિપ સુરજેવાલે પુછ્યું કે, ક્્યાં ગઇ ૫૬ ઇંચની છાતી અને ક્્યાં ગઇ લાલ આંખ? ક્્યાં ગયું એકના બદલે ૧૦ માથા લાવવાનું વચન. સરકારને ભ્રષ્ટાચારીઓની ચિંતા છે પરંતુ જવાનોની ચિંતા નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સુરજેવાલે ટ્‌વીટ કરીને કહ્યું કે, મોદીજી, ફૌજી દેશનું આત્મસમ્માન છે. આ સ્વાભિમાનનું અપહરણ કરી, આંખો કાઢવી, પગ કાપવા, ગળું કાપી નાપાક પાકે હત્યા કરી દીધી. શું તમારુ લોહી નથી ઉકળતું. દેશ જવાબ માંગી રહ્યો છે.
તેમજ કોંગ્રેસ પ્રવક્તાએ વધુ એક ટ્‌વીટમાં કહ્યું કે, મોદીજી જવાન અમારા ભારતની આત્મા છે. ભારતની આત્મા નરેન્દ્ર સિંહને ૯ કલાક ટોર્ચર કરવામાં આવ્યું. શહીદ નરેન્દ્ર સિંહે ભારતમાતાનું કર્જ ઉતારી દીધું. પરંતુ સવાલ એ છે કે પાકિસ્તાનને ક્રિકેટ બેટ મોકલવાની જગ્યાએ તમે આપણા જવાનો માટે ક્્યારે બેટ ઉઠાવશો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY