ચાલુ શાળાએ બાળકનું મોત થતા અરેરાટી વ્યાપી

0
19

સાણંદ,તા.૬
સાણંદમાં ગઢિયા ચાર રસ્તા પાસે આવેલ તાલુકા શાળા નંબર-૧ અંગ્રેજી માધ્યમમાં આજ સવારે ૧૧ કલાક આસપાસ ચાલુ શાળાએ ધો.૮માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શિવમ અભિલાષ સેન (ઉ.૧૩વર્ષ) બેભાન થઈ જતા શાળાના શિક્ષકો દ્વ્રારા તેના પરિવાર જનોને આ ઘટના અંગે જાણ કરતા શાળાના શિક્ષકોએ ખાનગી વાહનમાં સાણંદની ૨ ખાનગી હોસ્પિટલ પ્રથમ સારવાર માટે લઇ ગયેલ ત્યાંથી ફરજ પરના ડો.તપાસ કર્યા બાદ વિધાર્થી શિવમ અભિલાષ સેનને મૃત જાહેર કર્યો હતો અને સાણંદ સિવિલ હોÂસ્પટલ લઇ જવાયો હતો ત્યાં સ્કુલના આચાર્યે સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ સાણંદ સિવલ હોસ્પિટલ આવી પહોચી હતી તેમજ વિધાર્થીના પરિવારજનોએ બાળકનું મૃત્યુ કઈ રીતે થયું તેને લઈને પીએમની માંગણી કરતા બાળકને પીએમ માટે ખસેડાયો હતો તો બીજી બાજુ પરિવારના સભ્ય દ્વારા શાળાના શિક્ષકો પર આપક્ષે કરાયો હતો કે ઘટના બનતા શાળાના શિક્ષકોએ ૧૦૮ જાણ કરી હોત તો બાળકને તાત્કાલિક સારવાર મળી રહેત અને બાળક જીવિત હતો.
ઘટના ક્રમે સાણંદ સિવલ હોસ્પિટલ ખાતે મૃત બાળકના પરિવાર અને સગાઓના ટોળા એકઠા થયા. આ અંગે સાણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY