ફેસબુક ડેટાચોરી કૌભાંડમાં ૨૭ લાખ યુરોપિયન યુઝર્સનો ડેટા ચોરાયો : યુરોપિયન સંઘ

0
13

બ્રસેલ્સ,
તા.૭/૪/૨૦૧૮

યુરોપિયન સંઘે ફેસબુકનો ખુલાસો પૂછ્યો હતો તેનો જવાબ આવ્યો

યુરોપિયન સંઘે ફેસબુકને ખુલાસો પુછ્યો હતો કે યુરોપિયન સઘના સભ્ય દેશોના કેટલા યુઝર્સનો ડેટા ચોરાયો છે. તેની સ્પષ્ટતા કરતો પત્ર ફેસબુકે યુરોપિયન સંઘને પાઠવ્યો છે. તેનો અભ્યાસ કરીને સંઘે જાહેરાત કરી હતી કે ૨૭ લાખ યુરોપિયન યુઝર્સનો ડેટા ચોરાયો છે. ફેસબુકના ડેટા ચોરીનું કૌભાંડ બહાર આવ્યું તે પછી ફેસબુક બચાવની સ્થતિ છે. અલગ અલગ દેશો પોતાના નાગરિકોનો કેટલો ડેટા ચોરાયો તેની વિગતો ફેસબુક પાસેથી માગે છે. તે અંતર્ગત ફેસબુકે યુરોપિયન સંઘના સભ્ય દેશોના ૨૭ લાખ યુઝર્સનો ડેટા ચોરાયો હોવાનું કબુલ્યું હતું. ગત સપ્તાહે યુરોપિયન સંઘે ફેસબુકને લેખિતમાં માગણી કરી હતી કે બ્રિટિશ એનાલિટિકા કંપનીએ જે ડેટા ચોરી કરી છે તેમાં યુરોપિયન સંઘના કેટલા યુઝર્સનો સમાવેશ થાય છે? જવાબમાં ફેસબુકે વળતા પત્રમાં કહ્યું છે તે પ્રમાણે ૨૭ લાખ યુરોપિયન સંઘના નાગરિકોનો ડેટા ફેસબુકના ડેટા ચોરી કૌભાંડમાં ચોરાયો છે.

યુરોપિયન સંઘના સંવાદદાતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ફેસબુકના પત્રનો વિગતવાર અભ્યાસ થઈ રહ્યો છે, પણ પ્રાથમિક તપાસમાં જણાયું છે કે ફેસબુકે ૨૭ લાખ યુરોપિયન સંઘના સભ્ય દેશોના નાગરિકોનો ડેટા ચોરાયાનું કબુલ્યું છે. યુરોપિયન સંઘના કહેવા પ્રમાણે આ અંગે ફેસબુક સાથે વધુ વાતચીત કરાશે અને ટૂંક સમયમાં ફેસબુકની વિરૃદ્ધ પગલાં પણ ભરાશે. ઉલ્લેખનીય છે કે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક નિવેદનમાં કબુલ્યું હતું કે વિશ્વના લગભગ ૮.૭ કરોડ યુઝર્સનો ડેટા ચોરાયો છે. ફેસબુકના ડેટાચોરી કૌભાંડ પછી ફેસબુક ઉપર ચોમેરથી દબાણ વધ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY