મોરબીમાં રીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત,રિક્ષા ચાલકની લોકોએ ધોલાઈ કરી

0
92

મોરબી,
તા.૨૨/૦૩/૨૦૧૮

મોરબીના સનાળા રોડ પર રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી જે બાદ બાઇકચાલક અને અન્ય લોકોએ માળી રીક્ષા ચાલકની ધોલાઈ કરી હતી આ ઘટનાનો વીડીયો કોઈએ ઉતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જે હાલ વાયરલ થયો છે. જાકે અંગે મોડે સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.

મળતી વિગત મુજબ મોરબીમાં વાહન અકસ્માત બાદ વાહનચાલકોએ એક બીજા પર હુમલો કરી કાયદો હાથમાં લેવાનું જાણે ચલણ બની ગયું હોય તેમ અવારનવાર નાના મોટા અકસ્માત બાદ મારામારીની ઘટના બની રહી છે.હજુ ગઈ કાલે માળિયાના ખાખરેચી પાસે બાઈક અને છોટા હાથી વચ્ચે થયેલ વાહન અકસ્માત બાદ છૂટાહાથી ચાલકને મારમાર્યાની ઘટના બની હતી ત્યારે બીજા દિવસે ફરી એકવી ઘટનામાં રીક્ષા ચાલકની ધોલાઈ નો વિડીયો વાયરલ થયો હતો.મોરબીના સનાળા રોડ પર આજે એક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાદ બાઇકચાલક અને આસપાસના કેટલાક લોકોએ પોલીસ ફરીયાદ ને બદલે કાયદો હાથમાં લઈ રીક્ષા ચાલકને મેથી પાક ચખાડયો હતો. અંગેનો કોઈએ વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી હતી જાકે અંગે મોંડે સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY