મુંબઈ,તા.૧૨
લગભગ અઢી મહિના જેટલા સમય બાદ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને ફિટનેસ ચેલન્જને સ્વીકારીને તેને પુરી કરી છે. આ માટે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પાસ્ટ કર્યો છે.
ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ કરી રહેલા એક્ટર સલમાન ખાને કેન્દ્રીય ગૃહ મંત્રી કિરન રિજીજુ દ્વારા આપવામાં આવેલી ફિટનેસ ચેલેન્જ માટે શનિવારે એક ફિટનેસ વીડિયો શેર કર્યો હતો.
સલમાને ચેલેન્જ સ્વીકારીને પુરી કરતાં એક ફિટનેસ વીડિયો શેર કર્યો, જેમાં તે સાયકલિંગ અને જીમમાં એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે, અંતમાં સલમાન કહે છે કે “હમ ફિટ તો ઈન્ડિયા ફિટ”.
સલમાને આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ છે કે “રમત ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠૌર દ્વારા ‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ’ પર શાનદાર કેમ્પેઇન. હું કિરન રિજીજુની ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરુ છું. આ મારો વીડિયો છે.”
ફિલ્મ ‘ભારત’ના મુંબઇ શિડ્યૂલની શૂટિંગ હોવાથી સલમાન ખાન હવે માલ્ટામાં આનું શૂટિંગ કરી રહ્યો છે. સલમાને શુક્રવારે રાત્રે એક તસવીર શેર કરતાં લખ્યું “સુંદર દેશ માલ્ટામાં ‘ભારત’નું શૂટિંગ શરૂ થયું.”
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




