યુજીસીની મંજૂરી છતાં દેશની કોઈ યુનિ.માં મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી

0
554

ન્યુ દિલ્હી,તા.૧૨
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી, એમ કેન્દ્રના માનવસંસાધન અને વિકાસ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. યુનિવર્સિટીની યંત્રણાનાં શૈક્ષણિક સ્રોતોને વધુ સમૃદ્ધ કરવાના આશયથી યુજીસીએ વિખ્યાત અને પ્રેરણાદાયી લોકો તેમ જ જે તે ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર લોકોના નામની ચૅરની સ્થાપના કરવાની યોજના ઘડી કાઢી હતી. શાંતિ, અહિંસા, સ્વતંત્રતાની ચળવળ અને રાષ્ટ્રીય એકતામાં અભૂતપૂર્વ અને અમૂલ્ય યોગદાન આપવા બદલ યુજીસીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના કરવાની મંજૂરી આપી હતી, પરંતુ દેશની કોઈ યુનિવર્સિટી દ્વારા મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના તો કરવામાં નથી જ આવી, પરંતુ એ માટેનો પ્રસ્તાવ પણ યુજીસીને ન મળ્યો હોવાનું માનવસંસાધન અને વિકાસ ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.
જાકે વિદ્યાર્થીઓ ગાંધીજી અંગેનો અભ્યાસ કરવામાં રસ લેતા હોવાનું જણાઈ રહ્યું છે તાજેતરમાં વરસોમાં સ્નાતક, અનુસ્નાતક, એમ. ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિષયના અભ્યાસ માટે તેમનું નામ નોંધાવ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં યુજીસીના ગાંધીજીને લગતા અભ્યાસક્રમ માટે ૪૧૯ વિદ્યાર્થીઓએ તેમનું નામ નોંધાવ્યું હતું તો આ માટે નામ નોંધાવનાર પાસ્ટગ્રેજ્યુએટ, એમ.ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓનો આંક અનુક્રમે ૭૯૬, ૫૧ અને ૭૮ રહ્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY