શ્રીનગર,તા.૨૨
જમ્મૂ-કશ્મીરમાં વિધાનસભા ભંગ કર્યા બાદ સત્યપાલ મલિકે નિવેદન આપતા કહ્યું કે, મેં પક્ષપાતમાં નહીં પણ જમ્મૂ્-કશ્મીરની જનતાના પક્ષમાં કામ કર્યું છે. આ ગઢબંધન અપવિત્ર હતું. મને ખરીદ વેચાણની પણ ફરિયાદ મળી હતી.
જ્યારથી હું ગવર્નર બનીને આવ્યો છે ત્યારથી કહેતો આવ્યો છું કે, રાજ્યમાં કોઈ દબાણ કે હોર્ષ ટ્રેડિંગથી સરકાર બનશે તો તેના પક્ષમાં નથી. એના બદલે હું એવું ઈચ્છુ છુ કે ચૂંટણી યોજાય. ચૂંટાયેલી સરકાર આવે અને તે પોતાના રાજ્યનું શાસન ચલાવે. છેલ્લાં પંદર દિવસથી મને ફરિયાદો મળતી હતી કે, હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે અને ધારાસભ્યોને પણ ડરાવવામાં આવી રહ્યા હતા.
ખુદ મહેબુબા મુફ્તિએ મને ફરિયાદ કરી હતી કે, મારા ધારાસભ્યનો ડરાવવામાં આવી રહ્યા છે. અન્ય કેટલાંક પક્ષોએ પણ કહ્યું હતુ કે, રૂપિયા વહેંચવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતોથી હું વાકેફ હતો અને હું નહોતો ઈચ્છતો કે મોટા પાયે ખરીદ વેચાણ થાય. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો.
રાજભવને બાદમાં એક નિવેદનમાં કહ્યું, રાજ્યપાલે આ નિર્ણય અનેક સૂત્રોના હવાલેથી મળેલી માહિતીના આધારે લીધો છે. તેમણે એવું પણ કહ્યું કે, જરૂરી નથી કે રાજ્યની ચૂંટણી હાલ થાય, આ ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે પણ કરાવી શકાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




