ફ્લોરિડા,તા.૪
ફલોરિડાના ઉત્તર રાષ્ટ્રીય રાજમાર્ગ આઇ-૭૫ પર એક રોડ દૂર્ઘટનામાં સાત લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. આ રાજમાર્ગ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર-ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.
જેમાં અંદાજે ૫૦ ગેલન ડીઝલ રોડ પર આવતા અનેક વાહનોમાં આગ લાગી હતી. જા કે આગ પર મોડી રાત સુધીમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકના સારવાર કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.
જ્યાં તેમનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે. આ અકસ્માત બાદ આ રાજમાર્ગને બંને તરફથી આવન-જાવન થોડા સમય સુધી રોકી દેવામાં આવી હતી. જાકે ફલોરિડાના હાઇવે પેટ્રોલિંગના જણાવ્યા અનુસાર આ દૂર્ઘટનામાં બે ટ્રેકટર-ટ્રેલર, એક યાત્રી વાન સાથે એક મીડસાઇઝ સેડાન સામેલ છે.
આ દૂર્ઘટના ગુરૂવારે બપોરે આઇ-૭૬ના દક્ષિણ-પૂર્વમાં મીલ માર્કર ૩૯૩ પર થઇ. આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્તોમાં કેટલાક હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



