આ વર્ષે માર્ચમાં ઉદ્ધાટન દરમ્યાન ઝંડો લહેરાવવામાં આવશે
મેરઠ,તા.૪
યૂપીનું મેરઠ શહેર કે જ્યાંથી ૧૮૫૭ની ક્રાંતિની શરૂઆત થઇ. હવે એક નવું કીર્તિમાન રચાવા જઇ રહેલ છે. આ શહેરમાં દેશનો સૌથી ઉંચો ત્રિરંગો અંદાજે ૩૮૦ ફૂટની ઉંચાઇ પર લગાવવામાં આવશે. ત્રિરંગા માટે પોલ મેરઠનાં વલીદપુર ગામમાં લગાવવામાં આવેલ છે કે જ્યાં આ વર્ષે માર્ચમાં ઉદ્ઘાટન દરમ્યાન ઝંડો લહેરાવવામાં આવશે. આને ગામનાં જ એક સામાજિક સંગઠન શ્રી પરમધામ ન્યાસનાં સભ્યોએ લગાવેલ છે. જા કે વર્તમાનમાં દેશનો સૌથી ઉંચો ઝંડો ભારત-પાકિસ્તાનની અટારી બોર્ડર પર ૩૬૦ ફૂટની ઉંચાઇ પર લાગેલ છે.
શ્રી પરમધામ ન્યાસનાં મીડિયા કોઓર્ડિનેટર સતીશે જણાવ્યું કે,’શરૂઆતમાં અમે એક ૩૦૭ ફૂટની ઉંચાઇ પર ત્રિરંગો લહેરાવવાની યોજના બનાવી હતી કેમ કે તે સમયે દેશનો સૌથી ઉંચો ઝંડો ઝારખંડનાં રાંચીમાં સ્થિત હતો કે જેની ઉંચાઇ ૨૯૩ ફૂટ હતી. ત્યાર બાદ માર્ચ ૨૦૧૭માં અટારી બોર્ડર પર ૩૬૦ ફૂટ પર ત્રિરંગો લહેરાવ્યાં બાદ અમે ઝંડાની ઉંચાઇ વધારીને ૩૮૦ ફૂટ કરવાનો વિચાર કર્યો.’
આ ઝંડો સંગઠનની જ ૩૫ વીઘા જમીનનાં એક ભાગમાં લગાવવામાં આવશે. તેઓએ જણાવ્યું કે,’આ સિવાય મૂર્તિઓ સાથે એક ગેલરી લગાવવામાં આવશે કે જેમાં આપણાં સ્વતંત્રતા સેનાનીઓને વિશેની જાણકારી હશે.’
૩૫ વીઘા જમીન પર એક ભારતીય નકશાની થીમનો ગાર્ડન પણ છે. આ સિવાય ફ્લૈગપોલનાં ટોપ પર રાષ્ટ્રીય પ્રતિક પણ લાગેલ છે. સતીશે કહ્યું કે,’મેરઠ એક એવું શહેર છે કે જ્યાંથી ૧૮૫૭ની ક્રાંતિની શરૂઆત થઇ અને અમે આ જગ્યા પર જ દેશનો સૌથી ઉંચો ઝંડો લહેરાવવાનો વિચાર કર્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





