ફ્રાન્સ- ઉરુગ્વે વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ માટે તખ્તો તૈયાર

0
83

મોસ્કો,તા. ૫
ફિફા વર્લ્ડકપમાં આવતીકાલથી ક્વાર્ટર ફાઇનલ મેચોની શરૂઆત થઇ રહી છે. આની સાથે ફુટબોલ ચાહકોમાં રોમાંચકતા વધી રહી છે. ફુટબોલ ફિવર છેલ્લા કેટલાક સમયથી ચમરસીમા પર છે. હવે ક્રેઝ વધુ વધે તેવા સંકેત છે. ક્વાર્ટર ફાઇનલ તબક્કાની પ્રથમ મેચ છટ્ઠી જુલાઇના દિવસે રમાશે.જેમાં હાલમાં ફોર્મમાં ચાલી રહેલી ઉરુગ્વેની ટીમ ફ્રાન્સની સામે ટકરાશે. બન્ને ટીમોના ખેલાડી પોત પોતાની ટીમને જીત અપાવી દેવા માટે તૈયાર છે. ઉરુગ્વેની ટીમ તરફથી સ્ટાર સ્ટ્રાઇકર લુઇસ સુઆરેજ અને કવાનીની જાડી ફરી છવાઇ જવા માટે તૈયાર છે. ફેવરીટ તરીકે તો ઉરુગ્વે રહે તેવા સંકેત છે. સુઆરેજ અને ફ્રાન્સ સ્ટાર ગ્રીજમેન આમને સામને આવનનાર છે. આ મેચનુ પ્રસારણ સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. જ્યારે એજ દિવસે પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલની ટક્કર બેલ્જિયમ સામે થશે. બન્ને ટીમો વચ્ચેની મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન રહેનાર છે. ત્રીજી ક્વાર્ટર ફાઇનલ મેચ યજમાન રશિયા અને ક્રોએશિયા વચ્ચે રમાશે. જેનુ પ્રસારણ સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. આ વખતે તમામ મોટી ટીમો સ્પર્ધામાંથી આઉટ થઇ રહી છે. આ વખતે મોટા અપસેટ શરૂઆતના રાઉન્ડમાં જ જાવા મળી રહ્યા છે. વર્તમાન ચેમ્પિયન જર્મની પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયા બાદ રાઉન્ડ ૧૬માં સ્પેન, આર્જેન્ટિના અને પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ ગઇ છે. ડેનમાર્ક પણ હારીને બહાર થઇ જતા વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપમાં તંમામ ટીમો પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. જેથી શરૂઆતથી મોટી ટીમો મુશ્કેલીમાં મુકાઇ હતી. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. તમામ મેદાન ખાતે સફળ રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો મેદાનમાં ઉતરી હતી. પ્રથમ રાઉન્ડના દોર બાદ હવે અનેક ટીમો બહાર ફેંકાઇને સ્વદેશ પરત ફરી ચુકી છે.તમામ શક્તિશાળી ટીમોમાંથી ચેમ્પિયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુસ્લિમ દેશ આ વખતે રમી રહ્યા છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા આવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે. ફીફા વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ અપાશે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે આ વખતે પહોંચી હતી.આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બેક ટુ બેક આવી હતી. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત મેદાનમાં આવ્યા હતા. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.આ વખતે આઈસલેન્ડ ,પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા હતા. ચાર વખતની વિજેતા ઇટાલી આ વખતે ક્વાલિફાઇ પણ થયુ ન હતુ.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY