બ્રેક લીધા બાદ મારામાં આત્મવિશ્વાસ આવ્યોઃ ફ્રેડા પિન્ટો

0
23

મુંબઈ,તા.૨૭
ફ્રેડા પિન્ટોએ ‘સ્લમ ડોગ મિલિયોનર’ ફિલ્મથી બહુ નાની ઉંમરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ અને શોહરત મેળવી લીધાં હતાં. આજે તે અંગ્રેજી ફિલ્મોની પ્રમુખ અભિનેત્રી બની ચૂકી છે. બોલિવૂડમાં તેણે ‘લવ સોનિયા’ ફિલ્મના માધ્યમથી કમબેક કર્યું. તે કહે છે કે મને વારંવાર લોકો પૂછે છે કે હું બોલિવૂડમાં કામ શા માટે કરતી નથી?
પરંતુ આ માટે મારો એક જ જવાબ હોય છે, જ્યારે સારી સ્ક્રિપ્ટ અને સારું પાત્ર મળશે ત્યારે હું બોલિવૂડમાં ચોક્કસ કામ કરતી રહીશ. મારા માટે નાનો પરદો અને મોટો પરદો બંને એકસરખા છે. હું તે બંનેમાં કામ કરવાની ઇચ્છા રાખું છું.
પહેલી ફિલ્મ બાદ જ ફ્રેડાએ હોલિવૂડ તરફ વળાંક લઇ લીધો. તે કહે છે કે આજથી ૧૦ વર્ષ પહેલાં હું લોસ્ટ ફીલ કરતી હતી તે વખતે મારી મનોસ્થિતિ અલગ હતી. મારી પાસે વધુ પડતું કામ ન હતું. કામ ન હોવાના કારણે મને તેવી ફીલિંગ આવતી.
ત્યાર બાદ મેં એક લાંબો બ્રેક લીધો અને કંઇક સમજી-વિચારીને અઢી વર્ષ બાદ કમબેક કર્યું. ત્યારે મારી અંદર એક આત્મવિશ્વાસ આવી ગયો. આજે હું મારા મનની વાત નિર્ભયપણે કહી દઉં છું.
હું એમ વિચારતી નથી કે સામેવાળી વ્યક્તિને ખોટું લાગશે. સત્ય રજૂ કરવામાં ક્્યારેય પાછી પાની કરતી નથી. ફ્રેડા એમ પણ કહે છે કે હું મારી ‘મોગલી’ ફિલ્મથી ભારતીય દર્શકોને સરપ્રાઇઝ આપવા જઇ રહી છું. આ ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ નાનું પણ મહત્વનું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY