મહારાષ્ટ્રમાં ગ્રામીણ છોકરીઓને ૧૨મા ધોરણ સુધી એસ.ટી. બસમાં મફત પ્રવાસની સુવિધા

0
5

મુંબઈ,તા.૨૬
મહારાષ્ટ્ર સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી અને શાળાકીય શિક્ષણ મેળવતી છોકરીઓ માટે આજે મહત્વની સવલતની જાહેરાત કરી છે. આ છોકરીઓને ૧૨મા ધોરણ સુધી રાજ્ય એસ.ટી. બસોમાં મફત પ્રવાસ કરવા મળશે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન મંડળ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રવાસ સવલત યોજનામાં વધુ સુધારા કરવામાં આવ્યા છે, તેમજ અમુક નવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ સવલત ૧૦મા ધોરણ સુધી શિક્ષણ મેળવતી છોકરીઓને આપવામાં આવતી હતી. એક અન્ય નિર્ણયમાં, ૬૫ વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકોને શિવશાહી બસમાં પ્રવાસ કરવા મળશે.
પત્રકારોને એરકન્ડીશન્ડ શિવશાહી બસમાં મફત પ્રવાસ કરવા મળશે. આ સવલતોનો લાભ રાજ્યમાં આશરે ૨ કરોડ ૧૮ લાખ લોકો લેશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY