આજ રોજ શ્રી પચ્ચીસગામ ગામ લેઉવા પાટીદાર સમાજનો સન્માન સમારંભ આત્મીય સંસ્કાર ધામ ખાતે યોજાયો હતો.
સમાજના પ્રમુખ રાજેશ પટેલ ના નેજા હેઠળ સમાજની વિવિધ વિકાસલક્ષી પ્રવૃતિઓ સમાજના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા મહાનુભાવો દ્રારા પ્રસ્તુત કરવામાં આવી હતી.જયારે ઉપપ્રમુખ નટવર પટેલ દ્રારા સમાજની વિવિધ પ્રવૃતિઓ શેક્ષણિક કામગીરી,સમૂહ લગ્ન,તથા બ્લડ ડોનેશન કેમ્પ,યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ,વગેરે થતી પ્રવૃતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,તાલુકા પંચાયયના નવ નિયુક્ત પ્રમુખ નવિન પટેલ, આમોદ તાલુકા કારોબારી અધ્યક્ષ ભરત પટેલ,ભાજપા જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
આ સાથે સમારંભમાં દુષ્યંત પટેલ દ્રારા તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ નવીન પેટલનું સન્માન કરવામાં આવ્યું હતું.આ સાથે સમાજના જુદા જુદા ગામોના સરપંચો દ્રારા પણ નવીન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





