તહેરાન,તા.૨૬
ઈરાનમાં કટ્ટરપંથી રિવોલ્યૂશનરી ગાડ્ર્સના એક નજીકના ગણાતા મીડિયા સંગઠને ગતરોજ એક વીડિયો જારી કર્યો છે. જેમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમિરાતની રાજધાનીઓ પર મિસાઈલ હુમલા કરવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. જેનાથી ઈરાનમાં લશ્કરી પરેડ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ફરીથી પ્રાદેશિક તણાવ વધે તેવી શક્યતા જણાઈ રહી છે.અર્ધ સરકારી ફાર્સ સમાચાર એજન્સીએ વીડિઓને પહેલા ટ્વીટ કર્યો અને બાદમાં તેને હટાવી દેવામાં આવ્યો. ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખમનેઈએ ગતરોજ અહવાજ શહેરમાં કરવામાં આવેલા હુમલા માટે રિયાધ અને અબુ ધાબીને જવાબદાર ગણાવ્યા હતા. આ હુમલામાં આશરે ૨૫ લોકોના મોત થયા હતા અને ૬૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઈરાનમાં કટ્ટરપંથી રિવોલ્યૂશનરી ગાડ્ર્સના નજીકતના મીડિયા સંગઠન દ્વારા જે વીડિયો જારી કરવામાં આવ્યો છે તેમાં રિવોલ્યૂશનરી ગાડ્ર્સ દ્વારા પહેલા કરવામાં આવેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ એક ગ્રાફિક્સના માધ્યમથી સંયુક્ત અરબ અમિરાતમાં અબુ ધાબી અને સાઉદી અરેબિયામાં રિયાધ પર સ્નાઈપર રાઈફલ દ્વારા ટાર્ગેટ કરતા દેખાડવામાં આવ્યા છે. આ વીડિયોમાં ઈઝરાયલને પણ ધમકી આપવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





