મુંબઈ,તા.૮
કોમેડિયન અર્શદ વારસી અને સૌરભ શુક્લાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ફ્રોડ સૈયાંનું પોસ્ટર સોશ્યલ મિડિયા પર રિલિઝ કરાયું હોવાની જાણકારી મળી હતી.
આ ફિલ્મનું એક ગીત છમ્મા છમ્મા અત્યાર અગાઉ સોશ્યલ મિડિયા પર ધમાલ મચાવી ચૂક્્યું છે. અર્શદ અને સૌરભ ઉપરાંત અભિનેત્રી એલી એવરામ પણ આ ફિલ્મમાં ચમકી રહી છે.
પોસ્ટર પરથીજ ફિલ્મ કોમેડી હોવાનો ખ્યાલ આવી જાય છે. આ ફિલ્મમાં કેટલીક સત્યઘટનાનો આધાર લેવામાં આવ્યો છે. પોતાની ઓળખ બદલીને એક પછી એક ડઝનબંધ લગ્નો કરતા એક કૌભાંડકારની કથા આ ફિલ્મમાં રજૂ કરાઇ છે. પોસ્ટરમાં એક કરતાં વધુ યુવતીઓ અર્શદના ગળામાં વરમાળા પહેરાવી રહી હોય એવું ચીતરવામાં આવ્યું છે. પોસ્ટરમાં અર્શદની પાછળ સૌરભ પણ દેખા છે. પોસ્ટરમાં ફિલ્મની ટેગલાઇન આ રીતે રજૂ થઇ છે ‘સબ મર્દ કૂત્તે નહીં હૈં’
આ ફિલ્મમાં ચાઇના ગેટનું છમ્મા છમ્મા ગીત ફરી એકવાર રજૂ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર અગાઉ આ ગીતે સોશ્યલ મિડિયા પર ધૂમ મચાવી દીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




