ટીઆરપી રેટિંગ્સમાં બિગ બોસ ટોપ-૧૦માંથી બહાર

0
63

મુંબઈ,તા.૮
ટીવી સીરિયલ્સની ટીઆરપીના મામલામાં આ અઠવાડિયે મોટાપાયે ઉતાર-ચડાવ જાવા મળ્યો. આ અઠવાડિયે કોન બનેગા કરોડપતિ જ્યાં ટોપ-૧૦માં સામેલ રહ્યું, તો બીજી તરફ બિગ બોસ ૧૨ ટોપ-૧૦માંથી બહાર નીકળી ગયુ. નંબર ૧ પર કલર્સની સીરિયલ નાગિન-૩ છે, જ્યારે બીજા નંબર પર કુંડલી ભાગ્ય અને ત્રીજા નંબર પર ઈન્ડિયન આઈડલ છે. કુમકુમ ભાગ્યએ ચોથુ સ્થાન જ્યારે કુલ્ફી કુમાર બાજેવાલા પાંચમુ સ્થાન મેળવવામાં સફળ રહ્યા.
પોપ્યુલર ટીવી શો યે રિશ્તા કિયા કહલાતા હે છઠ્ઠા નંબર પર છે, જ્યારે સાતમા નંબર પર અમિતાભ બચ્ચનનુ કેબીસી છે. તેની સાથે જ આ કિવઝ કોન્ટેસ્ટની ૧૦મી સિઝન સમાપ્ત થઈ ગઈ. આઠમાં નંબર પર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, નવમાં નંબર પર રાધાકૃષ્ણન અને દસમાં નંબર પર ગુડ્ડન તુમસે ન હો પાયેગા છે. ૧૧માં નંબર પર તુજ સે હૈ રાબ્તા તેમજ ૧૨માં નંબર પર કસોટી જિંદગી કી છે.
આમ, ટોપ-૧૦ નહીં પરંતુ બિગ બોસ- ૧૨ ટોપ-૧૨માં પણ નથી. આથી, આવનારા અઠવાડિયાઓમાં તમને શોમાં વધુ લડાઈઓ કે એન્ટરટેઈન્મેન્ટ જાવા મળે તો નવાઈ નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY