ઈંદોરવાસીઓ ‘કાળા અંગ્રેજો’(ભાજપ)થી આ દેશને છુટકારો અપાવો : સિદ્ધુનું વિવાદાસ્પદ નિવેદન

0
94

ઇન્દોર,તા.૧૧
પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજાત સિંહ સિદ્ધુએ વડાપ્રધાનની ઠેકડી ઉડાવતા તેમની સરખામણી એવી નવોઢા (નવવધૂ) સાથે કરી જે કામ ઓછું કરે છે અને બંગડીઓ વધારે રણકાવે છે.
પોતાના શાયરાના અને બેબાક અંદાજના કારણે ચર્ચમાં રહેનારા સિદ્ધૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી નવોઢા (નવવધૂ સાથે કરી છે. સિદ્ધૂએ કહ્યું,‘મોદીજી તે નવવધૂ જેવા છે જે રોટલી ઓછી છે અને બંગડી વધારે રણકાવે છે, જેથી શેરીના લોકોને ખબર પડે કે તે કામ કરે છે. બસ આવું કંઇક મોદી સરકારમાં છે.
સિદ્ધુએ પોતાના આગવા અંદાજમાં પીએમ મોદીને આડે હાથ લેતા કહ્યું,‘મે હીરો નંબર વન, કુલી નંબર વન અને બીબી નંબર વન જેવી ફિલ્મો જાઇ. પરંતુ આજકાલ મોદીની નવી ફિલ્મો આવી રહી છે – ફેંકુ નંબર વન. હુ તેમને ખોટા નંબર વન, ડિવાઇડર ઇન ચીફ અને અંબાણી અને અડાણીનો બિઝનેસ મેનેજર કહ્યું છું.
મોદી સરકારની કામગીર પર સિદ્ધુએ કહ્યું કે,‘ન રામ મળ્યા ન મળ્યો રોજગાર, દરેક ગલીઓમાં મોબાલઇ પર ટાઇમપાસ કરતો બેરોજગાર મળ્યો.
સિદ્ઘુએ ઇશારામાં ભાજપ પર કટાક્ષ કરતાં પાર્ટીની સરખામણી કાળા અંગ્રેજો સાથે કરી છે. સિદ્ધુએ કહ્યું કે આ કોંગ્રેસ દેશને આઝાદી અપવનારી પાર્ટી છે. મૌલાના આઝાદની પાર્ટી છે, મહાત્મા ગાંધીની પાર્ટી છે. તેમને ગોરા અંગ્રેજાથી આઝાદી અપાવી હતી અને તમે ઈંદોરવાસીઓ કાળા અંગ્રેજોથી આ દેશને છુટકારો અપવાશો. આ ચોરોથી આ ચોર ચોકીદારથી દેશનો આઝાદી અપાવો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY