જી-૨૦ સંમેલનમાં ટ્રમ્પ-આંબે-મોદીએ ત્રિપક્ષીય વાતચીત કરી
જાપાન, અમેરિકા અને ભારત એટલે જીત,આતંકવાદ, બહુપક્ષીય હિતો સહિત ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થઈ,દુનિયાભરના તમામ વિકાસશીલ દેશો એક થઈને કાળા નાણા સામે કાર્યવાહી કરશે તો જ તેના અસરકારક પરિણામ મળશે
બ્યૂનો આયર્સ,તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જી-૨૦ શિખર સંમેલનથી વધુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિંજા આબે સાથે ત્રિપક્ષીય વાત-ચીત કરી હતી. આ પહેલો એવો મોકો છે જ્યારે ત્રણ દેશો વચ્ચે વાતચીત થઈ છે. બેઠકમાં મોદીએ મહત્વના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા પર ભાર આપ્યો છે.
મોદીએ કહ્યું કે, જાપાન-અમેરિકા-ઈન્ડિયા (JAI)ની બેઠક લોકતાંત્રિક મૂલ્યો પ્રતિ સમર્પિત છે. JAIનો અર્થ જીતથી છે. તેમણે કહ્યું કે, આ બેઠક ત્રણેય દેશોના વિચારોને એક સાથે લાવવા માટે છે. શિજા આબેએ કહ્યું હતું કે, JAIમાં સામેલ થઈને તેઓ ખૂબ ગૌરવ અનુભવે છે. બેઠક દરમિયાન ટ્રમ્પે ભારતના વિકાસ ગાથાની વાત કરી હતી.
બેઠકમાં ત્રણેય દેશો વચ્ચે સંપર્ક, આતંકવાદ, સમુદ્રી સુરક્ષા અને સ્થાયી વિકાસ જેવા વૈશ્વિક અને બહુપક્ષીય હિતો સહિત ઘણાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે.
બ્યૂનો આયર્સ શહેરમાં ય્-૨૦ શિખર સમ્મેલનમાં વિશ્વભરના રાજનેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી. જેમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દુનિયાભરના દેશોને આતંકવાદ અને આર્થિક ગુનાઓનો સામનો કરવા માટે એકજુથ થવું જાઈએ. આ આજની જરૂર છે. આપણે આતંકવાદ, કટ્ટરવાદ અને આર્થિક ગુનેગારો વિરૂદ્ધ એકજુથ થઈને પગલા ભરવા જાઈએ. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળાનાણાં પર પણ ચર્ચા કરી અને તેની વિરૂદ્ધ દુનિયાભરના તમામ વિકાસશીલ દેશોને એક થવાની અપીલ કરી.
આ બેઠક એવા સમયમાં થઇ જ્યારે ચીન દક્ષિણ ચીન સાગરમાં ક્ષેત્રીય વિવાદ અને પૂર્વ ચીન સાગરમાં જાપાનની સાથે વિવાદમાં ફસાયું છે. આ બંને ક્ષેત્ર ખનીજ, તેલ અને અન્ય પ્રાકૃતિક સંસાધનોથી સંપન્ન છે.
ચીન આખા દક્ષિણ ચીન સાગર પર પોતાનો હક જમાવે છે અને દાવો કરે છે જ્યારે વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ, અને તાઇવાન આ જળમાર્ગો પર પોતાનો દાવો કરે છે. તેમાં એ સમુદ્રી માર્ગ પણ સામેલ છે જેમાં થઇ દર વર્ષે અંદાજે ૩૦૦૦ અબજ ડોલરના વૈશ્વિક વેપારનું પરિવહન થાય છે. મોદી, ટ્રમ્પ અને આબે બહુપક્ષીય સંમેલનોમાં ત્રિપક્ષીય પ્રારૂપમાં બેઠ કરવાના મહત્વ પર પણ સહમત થયા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




