અંકલેશ્વર જીઆઇડીસીના મીરાનગર વિસ્તારમાંથી થોડા સમય અગાઉ રાત્રી દરમિયાન એક વાછરડાની ચોરી થવાની ઘટના ભારે ચકચાર મચાવી હતી જે તમામ આરોપીઓને ભરૂચ જિલ્લા એસ.ઓ.જી પોલીસે ગતરોજ શંકાના આધારે ઝાડેશ્વર ચોકડી ખાતેથી એક ઇન્ડીકા કારમાં આવતા જોઈ રોકીને પૂછતાછ કરતાં ગલ્લાતલ્લા કરતાં આ ત્રણેના તમામ વિરોધ ઇન્ડિકા કાર ગાડી કિંમત રૂપિયા 30000 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કડક પૂછતાછ કરતા આ ત્રણેય આરોપીઓએ અંકલેશ્વર મીરાનગર ખાતેથી ગાય ચોરી કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી આ અંગે એસ.ઓ.જી પોલીસે આ ત્રણને જીડીસી પોલીસને સોંપતા હતા, પોલીસે આ ત્રણ આરોપીને કસ્ટડીમાં લઇ તપાસનો દોર આરંભ્યો છે અંકલેશ્વર તાલુકામાં અગાઉ ગાય ચોરીની ઘટનાઓ ભારે ચકચાર મચાવી હતી આગાઉ વાછરડાઓ ચોરીના કોને વેચતા હતા એ તપાસનો વિષય છે પોલિસ કડકાઇથી પૂછતાછ કરે તો અગાઉના ગુના પણ ઉકેલાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે આ તપાસ પીએસઆઈ એન જી પાંચાણી ચલાવી રહ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"