મુંબઈ,તા.૯
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના એ નિવેદનની ચારેય બાજુ ટીકા થઇ રહી છે, જેમાં તેમણે કહ્યું હતું કે હાલની ભારતીય ટીમનું વિદેશની ધરતી પર રેકોર્ડ છેલ્લાં ૧૫-૨૦ વર્ષની ભારતીય ટીમોની સરખામણીમાં શ્રેષ્ઠ થયું છે. શાસ્ત્રીના આ નિવેદન પર ટીમ ઇંડિયાના પૂર્વકેપ્ટન સૌરભ ગાંગુલીએ આપત્તિ વ્યક્ત કરી છે. ગાંગુલીએ સાથો સાથકહ્યું કે શાસ્ત્રીની વાતો અપરિપકવ છે અને તેના પર ધ્યાન પણ આવું જાઇએ નહીં.
ગાંગુલીએ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાંકહ્યું કે આ રીતે વાતો કરવી સારી નથી. આ માત્ર તેમની અપરિપકવતા દર્શાવે છે. તેઓ કયારે કયા શું કહી દે છે, તે કોઇને પણ ખબર હોતી નથી. ગાંગુલીએ કહ્યુ કે હું નથી ઇચ્છતો કે આપણે તેમના આ નિેવેદન પર ધ્યાન આપવું જાઇએ. હું માત્ર એટલું જ ઇચ્છું છું કે ભારત છેલ્લી ટેસ્ટમાં સારી રીતે ક્રિકેટ રમે.
૪૬ વર્ષના ગાંગુલીએકહ્યું કે ગમે તે જનરેશનન ખેલાડી રમી રહ્યા હોય, ભલે પછી ચેતન શર્મા હોય કે હું હોઉં, ધોની હોય કે વિરાટ જ કેમ ના હોયપઆ તમામ ‘ભારતીય ટીમ’ છે અને ભારત માટે રમી રહ્યાં છે. અમે બધાએ અલગ-અલગ સમય પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. એ જરૂરી નથી કે તમે એક જનરેશનની તુલના બીજાની સાથે કરો. વિરાટ કોહલી અને તેમની ટીમના સભ્ય ભારત માટે ખૂબ જ મહેનત કરી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



