મુંબઈ,તા.૯
બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન સાથે ફિલ્મ મોહબ્બતેમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીના ૭ વર્ષના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે અભિનેત્રીએ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
બોલીવુડ અભિનેત્રી પ્રીતિએ તેના પતિ પ્રવિણ ડબાસની સાથે ખાર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક વરિષ્ઠ નાગરિક આરિફ સિદ્દીકી પર આ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના દિકરાને રમતા સમયે ધમકી આપી અને અપશબ્દો કહ્યા હતા. ફરીયાદ નોંધાયા બાદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈ માફી માંગી લેતા અભિનેત્રીએ ફરીયાદ પાછી ખેંચી લીધી હતી.
પ્રીતિનો ૭ વર્ષીય દિકાર જયવીર ડબાસ તેની નાનીની સાથે ઘરની બાજૂમાં આવેલી એક બિલદિગ પાસે એક પાર્કમાં ફુટબોલ રમી રહ્યો હતો. તે દરમિયાન કોઇ અન્ય બાળક સાથે તેનો ઝગડો થઇ ગયો હતો. ત્યારે તે બાળકે જયવીરને લાફો મારી દીધો હતો. ત્યારબાદ ઘરે જઇને તેના દાદાને આ વાત જણાવી હતી. ત્યારબાદ તે બાળકના દાદા આરિફ સિદ્દીકી પાર્કમાં આવ્યા અને જયવીરને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એટલુ જ નહીં આરિફે બાળકને સિકિયોર્રિતીગાર્ડને બહાર ફેંકવાનું કહ્યું પણ હતું. પ્રીતિ તે દરમિયાન પાર્કમાં હાજર હતી નહીં પરંતુ બીજા બાળકોના માતા-પિતા ત્યાં હાજર હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ મામલે તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



