ગામમાં ચાલતી ક્વોરી બાબતે સર્જાયેલા ધીંગાણાનો પંચનામાનો લોકોએ કર્યો વિરોધ

0
8

સુરત,તા.૨૭
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસવાવ ગામે સોમવારે મોડી સાંજે ક્વોરી માલિકો અને ગ્રામજનો વચ્ચે ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગને લઇ બબાલ સર્જાઈ હતી. જેને લઈ વાતાવરણ તંગ બનતા જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુ માં લેવાનો પ્રયાસ કર્યો હતો. જા કે ધીંગાણાનું પંચનામું કરવાનું હોય ગ્રામજનોએ ક્લેક્ટર આવે બાદમાં પંચનામું કરવા દઈશુંની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસવાવ ગામે આવેલી જેજે સ્ટોન ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગને મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો અને ક્વોરી માલિકો વચ્ચે થતું ઘર્ષણ સોમવારે ચરમસીમાએ જાવા મળ્યું હતું. મોડી સાંજે ક્વોરીમાંથી કપચી ભરી ટ્રક નીકળતા ગ્રામજનોએ અટકાવી હતી. પરંતુ ટ્રકનું પાયલોટિંગ કરતી બે કારમાં સવાર માણસોએ ગ્રામજનો વચ્ચે ઘર્ષણ કરતા મામલો બીચકયો હતો જેને પગલે ગ્રામજનોએ કારનો ભુક્કો બોલાવ્યો હતો. કારમાંથી પોલીસ વિભાગના પીઆઇ કક્ષાના અધિકારોનો આઈડી કાર્ડ તેમજ પોલીસની નેમ પ્લેટો પણ મળી આવી હતી.આ ઘર્ષણમાં ત્રણ જેટલા ઈસમોને ઇજા પહોંચતા વ્યારા રેફરલ ખાતે ખસેડાયા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY