ન્યુ દિલ્હી,તા.૨૭
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(સીપીસીબી) તે સરકારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે, જેમણે સોશિયલ મીડિયા પર આવેલી ૨૫૦ ફરીયાદો અંગે કોઇ પગલા લીધા નથી. નોંધનીય છે કે, દિલ્હીમાં પ્રદૂષણને કન્ટ્રોલ કરવા માટે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવામાં જેના પર લોકો ફરિયાદ દાખલ કરી શકે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ ગુપ્તાની બેન્ચે જણાવ્યું હતું કે, જે અધિકારીઓ ફરીયાદ મળ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે, તેમની વિરુદ્ધ કેસ દાખલ થવા જાઇએ. આવા અધિકારીઓ વિરુદ્ધ કેસ કેમ દાખલ કરાયો નથી? સુપ્રીમ કોર્ટે સીપીસીબી તરફથી હાજર રહેલા એડિશનલ જનરલ એએનએસ નાદકર્ણીને જણાવ્યું હતું કે, ફરિયાદ મળ્યા બાદ પણ જે અધિકારીઓએ કોઇ પગલા લીધા નથી તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





