શિક્ષણ પાત્રાની ભવ્ય સફળતા બાદ ભરવાડ સમાજે છાત્રાલયનું ભગીરથ કાર્ય આદર્યું છાત્રાલયના નિર્માણ અર્થે વિજયભાઈ માલાભાઈ ભડીયાદરા તરફથી રૂ.૫૧ લાખના દાનની જાહેરાત

0
27

સુરત, તા.૧
ગોપાલક ભરવાડ સમાજ સેવાભાવી સંસ્થા દ્વારા મહારાષ્ટ્રમાં ગતરોજ છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરવાડ સમાજના કર્ણધર વિજયભાઈ માલાભાઈ ભડિયાદરાએ ૫૧ લાખ રૂપિયા છાત્રાલયના નિર્માણ માટે દાનમાં આપવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શિરપુર તાલુકામાં બાલબજ ખાતે છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છાત્રાલયનું ખાતમુહૂર્ત સમાજના ધર્મગુરૂ પુજય રામબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ છાત્રાલય થકી મહારાષ્ટ્રમાં સમાજમાં એજ્યુકેશન સ્થિતિઅો વિકાસ પામશે તેમજ મહારાષ્ટ્ર સમાજના યુવાનો જ્ઞાન પ્રદાન કરશે. વિદ્યાર્થીઅો પોતાનું ઘર છોડી અભ્યાસ માટે છાત્રાલયનો ઉપયોગ કરશે તેવા હેતુથી છાત્રાલયનું ખામમુહૂર્ત કરવામાં આવ્યું છે. દાનવીર વિજયભાઈ માલાભાઈ ભડિયાદરાએ ૫૧ લાખ રૂપિયા છાત્રાલયમાં દાન આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે દાનવીર વિજયભાઈનું સન્માન સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. ભરવાડ સમાજમાં શિક્ષણરૂપી પરિશ્રમના શિખરો સર કરાવનાર વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા ગુજરાત ભરવાડ સમાજના અગ્રણી છે. ભરવાડ સમાજ દ્વારા ગયા વર્ષે આજ તારીખે ગુજરાત રાજ્યમાં શિક્ષણ રથયાત્રા કાઢવામાં આવી હતી. તેના બીજા વર્ષે ભરવાડ સમાજે છાત્રાલયનું ખાતમુહૂર્ત કરી બીજું ભગીરથ કાર્ય કર્યુ હતું. ખાતમુહૂર્ત પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ પુજ્ય રામબાપુ તથા ટાપુ ભગત તથા ગુજરાત પ્રદેશ ભરવાડ સમાજ અગ્રણી વિજયભાઈ ભરવાડ, હીરાભાઈ ચાવડા, મઘાભાઈ ભુવા, કલાભાઈ વકીલ, રણછોડભાઈ દાજી, મઘાભાઈ ભોકળવા, ભનુભાઈ ભુવા, ભગવાનભાઈ ભોકળવા, લાલાભાઈ ડાંગર તથા મહારાષ્ટ્ર પ્રદેશના ભરવાડ સમાજના હજારો આગેવાનો આ સુવર્ણ પ્રસંગે હાજર રહ્ના હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY