ગંદા પાણીના લીધે મચ્છરની ઉત્પત્તિમાં વધારો

0
7

અમદાવાદ,તા.૩૧
અમદાવાદ શહેરના બોપલ-ઘુમા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના ગંદા પાણી તેમજ આસપાસની ગંદકીથી હજારો લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. તંત્રની બેદરકારીના પગલે રોડ ઉપર નીકળતા લોકોને ગંદકી સહન કરવી પડી રહી છે.
આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી બેક મારવાના કારણે ગટરનું ગંદું પાણી રસ્તા પર ફરી વળે છે તેમજ રસ્તા પર ગંદકી હોવાથી રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.
આ વિસ્તારમાં આવેલ માનસી એન્કલેવ, આરાધના સોસાયટી તેમજ કબીર એન્કલેવની ચેમ્બરમાંથી ગટર ઊભરાઇ ગંદું પાણી ખળખળ વહેતા રસ્તાઓ સુધી પહોંચી જાય છે એટલું જ નહીં આ વિસ્તારના રસ્તાઓ ઉપર અસહ્ય દુર્ગંધ મારી રહી છે, જેને લઈને આવતા-જતા તમામને રસ્તાઓ ઉપર અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ, ફલેટો પણ આવેલા છે.
છેલ્લા ઘણા સમયથી ગટર ઊભરાવાનો ઘટનાક્રમ યથાવત્ હોવા છતાં પણ તંત્રના પેટનું પાણીય હાલતું નથી. ઊભરાતી ગટરના લીધે વસાહતીઓ તથા રાહદારીઓને ફરજિયાત નાક દબાવીને ચાલવાની ફરજ પડે છે. ગંદા પાણીના લીધે મચ્છરની ઉત્પત્તિ પણ વધી ગઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY