‘જળસંકટ’ : કચ્છ યુનિ.ના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પાણી ન મળતા રોષની લાગણી

0
24

કચ્છ,તા.૩૧
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અપૂરતા વરસાદના કારણે પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યા ઉભી થઈ છે. દુષ્કાળના ડાકલા વચ્ચે કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી નહીં મળતા નારાજ વિદ્યાર્થીઓએ દેખાવો કરીને વિરોધ નોંધાવ્યો હતો.
કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં છેલ્લા છ દિવસથી પાણી નહીં આવતું હોવાથી વિદ્યાર્થીઓની હાલત દયનીય બની છે. તેમજ વિદ્યાર્થીઓમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. દરમિયાન આજે નારાજ વિદ્યાર્થીઓએ પાણીના પ્રશ્ને કચ્છ યુનિવર્સિટીના દરવાજા બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પાણી પુરુ પાડવાની માગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં કચ્છમાં સામાન્ય વરસાદ થયો હોવાથી જળાશયોમાં નવા પાણીની આવક ખુબ ઓછી થઈ છે. જેથી હાલમાં જ પાણી અને ઘાસચારાની પરિસ્થિતિ ઉભી થઈ છે. પરિણામે અનેક પશુપાલકો પરિવાર અને પોતાના પશુધન સાથે હિજરત કરી રહ્યાં છે. બીજી તરફ કચ્છવાસીઓ દ્વારા જિલ્લાને નિયમિત પીવા માટે પાણી પુરુ પાડવા માટે માગ કરવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY