ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે સિંહ ઘર તથા સોવેનિયર શોપનું લોકાર્પણ કરતા મંત્રી

0
35

ડાલામથ્થા એશિયાઈ સિંહની ડણકો ગાંધીનગરમાં ગૂંજશે

એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : વન્યપ્રાણી જીવ સૃષ્ટિ તથા પ્રાકૃતિક સંપદા થકી ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવાશે : વન મંત્રી ગણપતસિંહ વસાવા

• ઈન્દ્રોડા પાર્ક ખાતે વાઘ, રીંછ અને દીપડા આગામી સમયમાં લાવવામાં આવશે

• રાજ્યમાં પાંચ નવા સફારી પાર્ક ઉભા કરાશે : કેન્દ્ર સરકાર દ્વારા તમામ મંજૂરી મળી ગઇ

• એશિયાઇ સિંહ-સુત્રા તથા સિંહણ-ગ્રીવાની આ જોડી નાગરિકોને જોવા મળશે

વન અને આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. આવનારા સમયમાં વન્યપ્રાણી જાતો તથા પ્રાકૃતિક સંપદા થકી ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવાશે.

આજે ગીર ફાઉન્ડેશનના ઈન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે ‘સિંહઘર’ તથા ‘સોવેનિયર’ શોપનું લોકાર્પણ કરતાં મંત્રી શ્રી વસાવાએ ઉમેર્યુ કે, ગાંધીનગર તથા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારના નાગરિકો માટે આજે શુભ ઘડી છે. ગીરના સિંહો જોવા માટે છેક સાસણ નહીં જવું પડે ઈન્દ્રોડા પાર્ક ખાતે એશિયાઇ સિંહ-સુત્રા તથા સિંહણ-ગ્રીવાની આ જોડી નાગરિકોને જોવા મળશે. રાજ્યના પાટનગરમાં વધારાનું એક ઘરેણ ઉમેરાયુ છે.

મંત્રીએ વસાવાએ ઉમેર્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી આ પાર્ક અસ્તિત્વમાં છે અને ગાંધીનગર તથા આસપાસના લોકો અહીં આવે છે ત્યારે તે સૌને પણ સિંહના દર્શન થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું છે. આવનારા દિવસોમાં આ પ્રકૃતિ ઉદ્યાનમાં વાઘ, રીંછ, દીપડા અને વધુ સિંહો પણ લાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જેનો પ્રકૃતિપ્રેમીઓ વધુને વધુ લાભ લઈ શકશે. તેમણે કહ્યું કે સિંહોના જતન માટે રાજ્ય સરકારે રૂ.૩૫૦ કરોડનો પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં નવા પાંચ સફારી પાર્કનું નિર્માણ કરાશે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ મળી ગઈ છે.

વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે ઈન્દ્રોડા પાર્ક ખાતે પ્રથમ વખત સિંહનું પદાર્પણ થઈ રહ્યું છે. ૨૫ વર્ષ જૂનો આ પાર્ક છે જેમાં અગાઉ દીપડા હતા પણ સિંહ નહોતા ત્યારે, પ્રકૃતિ પ્રેમીઓની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી અને વન મંત્રીના માર્ગદર્શન હેઠળ સિંહના દર્શન માટે પ્રવાસીઓ માટે આ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાય છે ત્યારે લોકો વધુ ને વધુ લાભ લે તેવી અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે ઈન્દ્રોડા પાર્ક ખાતે જે ગ્રીવા સિંહણ લવાઈ છે તેનો જન્મ જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી થયો હતો. જ્યારે સિંહને સુત્રાપાડા વિસ્તારમાંથી લવાયો હોઈ તેનું નામ સુત્રા રખાયું છે. તેમણે કહ્યુ કે ઈન્દ્રોડા પાર્ક ખાતે આગામી સમયમાં રૂ. ૬ કરોડથી વધુના ખર્ચે વાઘ, રીંછ, દિપડા તથા વધુ સિંહોને અહી લાવીને રાખવા માટે પાંજરા બનાવવાનું આયોજન કરાયું છે.

ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે સોવેનિયર શોપનું મંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ શોપમાં ગીર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વન્યપ્રાણીઓને લગતું સાહિત્ય જેવું કે, મેગેઝીનો, પુસ્તકો, સંશોધનપત્રો, નકશાઓ, વન્યપ્રાણીઓને લગતી ફીલ્મોની સી.ડી./ ડી.વી.ડી. વગેરે પ્રકાશીત કરવામાં આવી રહી છે. તેમજ સાસણ ગીર ખાતે વેચાતી આ ચીજો (સોવેનિયર) જેમાં માહિતી પુસ્તિકાઓ, ટી-શર્ટ, જેકેટ, કેપ, કીચેઇન કે જેમાં વન્યપ્રાણીઓનો લોગો પણ છાપેલ હોય તેવી વસ્તુઓનું યુવા પેઢીમાં ખાસ આકર્ષણ હોય છે. તેવી વસ્તુઓના વેચાણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક સર્વ જી. કે. સિંહા, ડી.કે. શર્મા, અક્ષય સકસેના સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના અધિકારીઓ સહિત પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY