રાજસ્થાનમાં ભાજપાએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
જયપુર,તા.૨૭
મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર રોકાયા બાદ હવે તમામ રાજનૈતિક પાર્ટીઓ રાજસ્થાન અને તેલંગાણા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ૭ ડિસેમ્બરે રાજસ્થાનમાં મતદાન થવાનું છે, તેના પહેલા ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તે દરમિયાન નાણામંત્રી અરૂણ જેટલી, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે હાજર રહ્યા હતા.
ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા પહેલા વસુંધરા રાજેએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળના લેખા-જાખા લોકોને જણાવ્યા હતા. તેમણે કહ્યું કે, અમે ગત ચૂંટણી ઢંઢેરામાં ૬૬૫ વાયદાઓ કર્યા હતા, જેમાંતી ૬૩૦ વાયદાઓ પુરા કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે રાજ્યમાં ૭ મેડિકલ કોલેજ ખોલી, છોકરીઓને સ્કૂટી પણ આપી હતી.
તેમણે કહ્યું કે, જે સ્થળે પીવાનું પાણી નહોતું, અમે ત્યાં પણ પીવાનું પાણી પહોંચાડવાનું કામ કર્યું છે. વસુંધરાએ કહ્યું કે, અમારી સરકારે ખેડૂતોનું ૫૦ હજાર સુધીનું દેવું માફ કર્યું છે.
આ વાયદાઓ પ્રમાણે ૨૫૦ કરોડનું ફંડ ગ્રામીણ સ્ટાર્ટઅપ ફંડ. પ્રત્યેક જિલ્લામાં બનાવવામાં આવશે યોગ ભવન. ખેડૂતો માટે ઋણ રાહત આયોગ. ૬૧૦૦ કરોડના ખર્ચે જવાઇ ડેમમાં પાણી. શિક્ષિત બેરોજગારોને ૫૦૦૦ બેરોજગારી ભથ્થું. દરેક વર્ષે ૩૦,૦૦૦ સરકારી નોકરી.
અરબ સાગરમાંથી પાણી લાવવું. ખેડૂતોની આવક બેગણી કરવાનો લક્ષ્યાંક. એમએસપી ખરીદવાની પ્રક્રિયા અને સુદ્દઢ, પારદર્શી બનાવાશે. કૃષિ કેન્દ્રિત ૨૫૦ કરોડ રૂપિયાની ગ્રાણીણ સ્ટાર્ટ-અપ ફંડ બનાવશે,. નવા સભ્યોને લોન આપવાનું અભિયાન ચલાવાશે.
તેના માટે ૧ લાખ કરોડની સરકારી લોન ૫ વર્ષ માટે અપાશે. દરેક સંભાગમાં બનશે લોન રાહત આયોગની બેંચ. ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પરિયોજનાથી વંચિત ગામોને જાડવાની યોજના. સેના ભર્તી શિબિરોમાંથી પહેલા યુવાનોને ટ્રેનિંગ અપાશે, દરેક ઉપખંડમાં પ્રશિક્ષણ કેન્દ્ર
સ્વરોજગાર અને ખાનગી ક્ષેત્રમાં ૫૦ લાખ રોજગાર ઉભા કરવાનો લક્ષ્યાંક. ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની ગેરંટી (નરેગા)ના તર્જ પર શહેરી રોજગાર ગેરંટી કાયદો બનાવશે. તમામ જિલ્લાને ૪ લેન રાજસ્થાન માલા હાઇવે સાથે જાડાશે. રાજસ્થાન માલાથી ૨૫૦થી વધારે વસ્તીના ૧૦૦ ટકા ગામો રસ્તાઓ સાથે જાડાશે. યુનિવર્સલ હેલ્થ ઈંસ્યોરન્સની દિશામાં ભામાશાહી યોજનાને વધારાશે.
આ સિવાય કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી પણ બુધવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






