શ્રીનગર,તા.૨૭
એક તરફ રામમંદિરને લઇને દેશમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે અને બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ભંગ થવા પર દેશની રાજનીતિ ગરમાયેલી છે. આ વચ્ચે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે વિધાનસભા ભંગ થવા પર નિવેદન આપી રાજકીય ભૂકંપ સર્જ્યો છે.
રાજ્યપાલ સત્યપાલ મલિકે નિવેદન આપ્યું છે કે, કેન્દ્ર સજ્જાદ લોનને મુખ્યમંત્રી બનાવવાની તૈયારીમાં હતું. જા સજ્જાદ લોનની સરકાર બને તો તે લોકો સાથે બેઇમાની હોત અને તેઓ ઇમાનદાર રહી શકત નહી.
કેન્દ્રને નિશાને લેતા તેમણે આગળની આશંકાઓ જાહેર કરતા કહ્યું કે, તેમને નથી ખ્યાલ કે તેઓ ક્્યાં સુધી રાજ્યપાલ બનેલા રહેશે. તેમણે સીધી રીતે કેન્દ્ર તરફ નિશાન સાધતા કહ્યું કે, દિલ્હી તરફ જાયું હોત તો લોનની સરકાર બનાવવી પડત. હું ઇતિહાસમાં બેઇમાન આદમી તરીકે ઓળખાત, તેથી મેં તે મામલાને પૂર્ણ કરી દીધો. આજે લોકો મને ગાળો આપે છે તો ભલે આપે પરંતું મેં સાચું કામ કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







