દિલ્હીમાં ‘ગળા ઘોંટું’ લૂંટારુ ગેંગનો આતંક,સોનાની ચેઈન,પર્સ લઈ ફરાર

0
439

ન્યુ દિલ્હી,તા.૩૧
દિલ્હીમાં ગળે ટૂંપો આપીને લોકોને લૂંટતી એક ગેંગે આતંક મચાવ્યો છે. આ ગેંગના સાગરીતો તેમના શિકાર પર પાછળથી ત્રાટકે છે અને શિકારનું ગળું થોડી સેકન્ડ માટે એટલા જારથી દબાવે છે કે શિકાર બેભાન બની જાય છે અને ત્યાર પછી ગળામાંથી સોનાની ચેઇન, પર્સ, ઘડિયાળ અને મોબાઇલ લૂંટીને ફરાર થઇ જાય છે.
આ ગળા ઘોંટું ગેંગના કારણે દિલ્હીમાં ભારે આતંક અને દહેશતનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં સાહદરા મેટ્રો સ્ટેશનની બહાર વિકાસ ગોડ રાત્રે રિસર્ચ કામ પતાવ્યા બાદ નોઇડાથી મેટ્રો દ્વારા પરત આવી રહ્યો હતો ત્યારે તે ઉબેર કેબની રાહ જાઇ રહ્યો હતો ત્યારે પાછળથી કોઇએ તેનું ગળું એટલું જારથી દબાવ્યું હતું કે દસ સેકન્ડમાં તે બેભાન થઇ ગયો હતો અને ૧૦ મિનિટ પછી તે ભાનમાં આવ્યો ત્યારે વરસાદના કારણે કાદવમાં પડ્યો હતો અને તેનાં મોબાઇલ ફોન અને પર્સ ગાયબ હતાં.
એ જ રીતે ગત સપ્તાહે ઇસ્ટ પટેલનગરમાં પણ એક મહિલાનું ગળું દબાવીને તેના હાથની બંને સોનાની બંગડીઓ લૂંટી લીધી હતી.
આ અગાઉ એક મહિના પહેલાં ર૯ જુલાઇએ માનસરોવરપાર્ક વિસ્તારમાં પણ આ પેટર્ન પર ગળું દબાવીને એક મહિલાને લૂંટી લેવાની ઘટના બની હતી. આ મહિલાને બેભાન કરીને લૂંટ ચલાવતી ગેંગ તેની સોનાની ચેઇન અને મોબાઇલ લૂંટીને ફરાર થઇ ગઇ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી.
આ વર્ષના જાન્યુઆરીમાં પણ ગળે ટૂંપો આપીને લૂંટ કરવાની બે ઘટનાઓ ઘટી હતી. હુમલા પહેલાં આ બંને વયોવૃદ્ધ મહિલાઓને ગળું દબાવીને બેભાન કરી દેવાઇ હતી અને ત્યાર બાદ મહિલાને એક ગલીમાં ખેંચી ગયા હતા અને ત્યાર બાદ તેમની પાસેથી લાખોની જ્વેલરી લૂંટી લીધી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY