કેન્દ્ર એર ઈન્ડિયાને રૂ.૯૮૦ કરોડની તત્કાળ મદદ કરશે

0
69

ન્યુ દિલ્હી,તા.૩૧
કેન્દ્ર સરકારે એર ઈન્ડિયા રૂ.૯૮૦ કરોડની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયા પાસે પોતાનું દેવું ચૂકવવા નાણાં ભંડોળ નથી આથી એર ઈન્ડિયાની અપીલ પર સરકારે રૂ.૯૮૦ કરોડ ઇકવિટી તરીકે રોકવાનો નિર્ણય કર્યો છે.
આ રકમનો એક મોટો ભાગ (લગભગ રૂ.પપ૦ કરોડ) સપ્ટેમ્બરમાં પેમેન્ટ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) પર વ્યાજ ચૂકવવા પાછળ ખર્ચાશે. એર ઈન્ડિયાએ પોતાના ટર્ન એરાઉન્ડ પ્લાન (ટેપ)ના ભાગરૂપે બેન્કોની લોન ચૂકવવા માટે સરકારની ગેરંટીવાળા રૂ.૭૪૦૦ કરોડના એનસીડી જારી કર્યા હતા.
એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે બાકીની રકમ ભૂમિગત થયેલા વિમાનોના સ્પેરપાર્ટસ માટે ખર્ચવામાં આવશે. ત્યાર બાદ આ વિમાનો જલદી ઉડાન ભરવા માટે તૈયાર થશે. આ ઉપરાંત અમે ઇન્ટરનેશનલ અને અન્ય વેન્ડર્સને પણ પેમેન્ટ કરીશું.
૯૮૦ કરોડ રૂપિયાનું આ રોકાણ જાન્યુઆરી ર૦૧૩માં સ્વીકારાયેલ ટર્ન એરાઉન્ડ પ્લાનનો એક ભાગ છે જેમાં નવ વર્ષમાં એરલાઇન્સમાં રૂ.૩૦,ર૩૧ કરોડ રોકવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ નવી રકમ સાથે એર ઈન્ડિયાના વાયદા અનુસાર ઇક્વિટી તરીકે લગભગ રૂ.ર૯,૭૩૦ કરોડ મળી જશે.
અહેવાલ અનુસાર ઉડ્ડયન મંત્રાલયે નાણાં મંત્રાલયને એર ઈન્ડિયાને માટે તાત્કાલિક રૂ.પ૦૦ કરોડ રિલીઝ કરવા જણાવ્યું હતું.

(જી.એન.એસ.)

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY