સુરત, તા.૨૭
ઉમરપાડા તાલુકાના રાણીપોર ગામમાં ૦.૪૬૪ ગ્રામ ગાંજા કિંમત રૂ.૫૭૮૪ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી હોવાનો બનાવ ઉમરપાડા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે એનડીપીએસ મુજબની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમરપાડા તાલુકાના રાણીપોર ગામના જંગલ ખાતાની જમીનમાં છનાભાઈ પોહનાભાઈ ચૌધરીએ વગર પાસ પરમીટે પોતાના કબજાની જમીનમાં ગાંજાના છોડનું વાવેતર કયુ હતું. પોલીસને માહિતી મળતાં પોલીસે દરોડા પાડી નાના મોટા ગાંજાના છોડ જેનું વજન ૧.૩૪૬ કિલોગ્રામ થાય છે. તે જથ્થામાંથી સેમ્પલો લીધા બાદ જથ્થો ૦.૪૬૪ ગ્રામ પોતાની પાસે રાખી છનાભાઈ ચૌધરીએ વેચાણ કરવાના ઈરાદો રાખ્યો હતો. ઉમરપાડા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યા બાદ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







