શ્રીનગરની પામ્પોશ હોટલમાં ભીષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

0
10

શ્રીનગર,તા.૧૫
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લાલચોકમાં આવેલી હોટલ પંપોશમાં આગ લાગી છે. આ હોટલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયરફાયટરની ૧૦ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ એટલી ભીષણ હતી કે હોટલનો ઉપરનો માળ બળીને ખાક થઇ ગયો. ફાયરના કર્મચારીઓને આગ પર કાબૂ મેળવવા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હોટલ પામ્પોશ લાકડાથી બનેલી છે, જેને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી અને જાતજાતામાં ભયંકર સ્વરૂપ ઘારણ કર્યું હતું. આગ પર કાબૂ મેળવવા ફાયર કર્મીઓને મુશ્કેલી પડી રહી છે. જણાવામાં આવ્યું છે કે, આ હોટલમાં ત્રણ મીડિયા હાઉસ પણ છે.
જાકે પોલીસે જણાવ્યું છે કે કોઇ જાનહાની થઇ નથી. તેમણે જણાવ્યું હતું કે આગ હોટલના છઠ્ઠા માળ પર લાગી હતી અને ઝડપથી પ્રસરી હતી.
ઘટનાસ્થળ પર હાજર ફાયરની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નમાં લાગેલી છે. ૬ માળની આ હોટલના ટોપ ફ્લોર પર આગ લાગી છે. તેમજ તેમ પણ જાણવા મળી રહ્યું છે કે, ઘણાં ફાયર કર્મચારીઓ ટોપ ફ્લોર પર લાગેલી આગમાં ફસાયેલા છે, જેમને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ છે. જા કે હોટલમાં રહેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજૂ જાણી શકાયું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY