ચાર સિંહોએ ગાયનું મારણ કરી મિજબાની ઉડાવતી ઘટના કેમેરામાં કેદ થઇ

0
361

જુનાગઢ,તા.૨૭
સિંહો દ્વારા શિકાર થતો જાવા માટે સહેલાણીઓ ઠેર-ઠેરથી સાસણની મુલાકાતે આવતા હોય છે. ડાલામથ્થાઓ દ્વારા શિકાર કરાતો જાવાનો એક અલગ જ આનંદ હોય છે. ત્યારે આવી જ એક ઘટના તીસરી આંખ ગણાતા જરજરતા કેમરામાં કેદ થઈ હતી અને આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં મોડીરાત્રે ૪ જેટલા સિંહો દ્વારા ગાયનું મારણ કરવામાં આવતું હોવાનું સ્પષ્ટ જાઈ શકાય છે. આ ઘટના શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારની હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ફુટેજમાં સ્પષ્ટ જાઈ શકાય છે કે ૪ જેટલા ભૂખ્યા સિંહો એક ગાયનો પીછો કરતા હોય છે. એક ચોક્કસ જગ્યાએ તેઓ ગાયને ચારેબાજુથી ઘેરી લે છે. બાદમાં ચારેય સિંહો મળીને આ ગાયનું મારણ કરે છે. જા કે ગાય દ્વારા સિંહોની ચુંગાલમાંથી છૂટવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ ગાયના તમામ પ્રયાસો નિષ્ફળ રહે છે અને સિંહો પોતાની ભૂખ સંતોષે છે. ભાગ્યે જ જાવા મળતી આ ઘટના કેમેરામાં કેદ થઈ જતા આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY