પૂણે,તા.૯
વિશ્વ આજે ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. કેટલીક કુદરતી પ્રક્રિયાઓમાં પણ હાલ માનવ હસ્તક્ષેપ થતા અશક્્ય પણ શક્ય બની રહ્યું છે. આવો જ એક કિસ્સો પૂણેમાંથી પ્રકાશમાં આવ્યો છે. જે એશિયાનો પહેલો અને વિશ્વનો નવમો કિસ્સો છે.
અહીંની ગેલેક્સી કેર હોસ્પિટલમાં એક મહિલાના શરીરમાં સફળતાપૂર્વક ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને મહિલા ગર્ભવતી પણ બની. મહત્વની વાત છે કે, મહિલા ગુજરાતની છે અને તેની જ માતા દ્વારા મહિલાને ગર્ભાશય દાન કરવામાં આવ્યું છે. મહિલાના જણાવ્યા મુજબ, તેઓએ ગુજરાતની મોટાભાગની હોસ્પિટલમાં આ મામલે સારવાર કરાવી પણ પરિણામ શૂન્ય મળ્યું.
બાદમાં મહિલાના પરિવાર દ્વારા પૂણેમાં તપાસ કરાઈ અને મહિલાના શરીરમાં સફળતાપૂર્વક ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરતા તે ગર્ભવતી પણ બની છે. ત્યારે મહિલા સિવાય તેના પરિવારમાં ખુશીનો માહોલ સામે આવ્યો છે.
જ્યારે ગેલેકસી કેર હોસ્પિટલના ડિરેક્ટર ડા. શૈલેષ પુંતામ્બેકરના જણાવ્યા મુજબ, અમે ગર્વ અનુભવીએ છીએ કે આ ઓપરેશન સફળ રહ્યું. જે એશિયાનો પહેલો કિસ્સો અને વિશ્વનો નવમો કિસ્સો છે કે જેમાં મહિલા દ્વારા આ રીતે બાળકને જન્મ અપાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



