પાકિસ્તાનમાં જાણીતી સિંગર રેશ્માની પતિએ ગોળી મારી હત્યા કરી

0
51

ઈસ્લામાબાદ,તા.૯
પાકિસ્તાનની જાણીતી સિંગર રેશમાની તેના પતિએ ગોળી મારીને હત્યા કરી છે. રેશમાની હત્યા પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનવાનાં નોશેરા કલાંમાં કરવામાં આવી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જમીન વિવાદનાં કારણે સિંગરનાં પતિએ તેની હત્યા કરી દીધી છે. રેશમાં તેની ચોથી પત્ની હતી. રેશમા પતિ સાથે વિવાદ બાદ તેના ભાઈ સાથે રહેતી હતી.
આરોપીએ ઘરમાં ઘૂસીને રેશમા પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં રેશમાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને તેનું મૃત્યુ થઇ નિપજ્યુ. રેશમાનાં મૃત્યુ બાદ તેના પતિએ ઘટનાને એ રીતે દર્શાવી જાણે કશું થયું નથી. આ ઘટના ૧ આૅગષ્ટે બની હતી.
આ પહેલા પણ પાકિસ્તાનમાં મહિલા કલાકારોની હત્યાનાં બનાવો આવ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં અભિનેત્રી સુનબુલને હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પરફાર્મ ના કરવાનાં કારણે મારી નાંખવામાં આવી હતી. રેશમાને તેના ઘણા જાણીતા પશ્તો ગીતોને લઇને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને જાણીતા પાકિસ્તાની ડ્રામા ‘ઝોબાલ ગોલુના’ને કારણે પણ ઓળખવામાં આવે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY