સરકારી શાળામાં મધ્યાહન ભોજનમાં સાપ નિકળતા બાળકોમાં દોડધામ

0
12

ગરગવાન(મહારાષ્ટ્ર),તા.૧
મહારાષ્ટ્રની એક સરકારી શાળામાં કંઈક એવું થયું કે જે સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. એક સરકારી પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં પિરસાયેલી ખિચડીમાં સાપ નિકળતા દોડધામ થઈ ગઈ હતી. શાળાના અધિકારીઓએ જ આ અંગે ગુરૂવારના રોજ જાણકારી આપી હતી. આ ઘટના બુધવારના રોજ ગરગવાન જિલ્લા પરિષદ પ્રાઈમરી શાળામાં બાળકોને મધ્યાહન ભોજન પિરસવામાં આવ્યું તે વખતની છે.
આ શાળામાં એકથી પાંચ ધોરણ સુધીના ક્લાસ ચાલે છે જેમાં ૮૦થી વધારે બાળકો અભ્યાસ કરે છે. આ શાળા નાંદેડથી ૫૦ કિલોમીટર દૂર આવેલી છે. શાળાના કર્મચારીઓએ બાળકોને ખિચડી પિરસવાનું શરૂ કર્યું ત્યારે તેઓ ખિચડીના મોટા વાસણમાં સાપને જાઈને ડરી ગયા. નાંદેડ જિલ્લાના શિક્ષણ અધિકારી (ડીઈઓ) પ્રશાંત દિગરાસ્કરે આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારી પ્રશાંત દિગરાસ્કરે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, સાપ હોવાની જાણ થતા જ ભોજન સેવાને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે શાળાના મોટા ભાગના બાળકો ભૂખ્યા રહ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ તો સાપને જાઈને ત્યાંથી દૂર ભાગી ગયા હતા, શિક્ષકો પણ સાપને જાઈને ડરી ગયા હતા.
દિગરાસ્કરે ગુરૂવારના રોજ આઈએએનએસને કહ્યું કે, અમે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને આ માટે તપાસના ઓર્ડર પણ આપી દીધા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY