રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા રૂ.૨૩,૦૦૦ કરોડની સાધન સહાય લાભાર્થીઓને હાથોહાથ પહોચાડી છે :વન આદિજાતિ મંત્રી

0
214

સૂરત ;
માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ગત રોજ માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાના માનવ કલ્યાણ યોજનાના ૬૦૦ લાભાર્થીઓને સ્વરોજગારી માટેના રૂ. ૫૦ લાખના ટૂલ કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. બહેનો માટે બ્યુટીપાર્લર, સીવણ સંચા તેમજ ભાઈઓ માટે કડિયાકામ, સુથારી કામ, સાયકલ જેવા સ્વરોજગાર માટે ઉપયોગી સાધનો અર્પણ કરાયા હતા.
સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધન કરતા વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગુજરાત સરકાર પુરસ્કૃત અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ હજારો યુવાનો અને સ્વરોજગાર ઈચ્છુક લોકો લાભ લઇ રહ્યા છે. અગાઉ વર્ષો પહેલા આદિવાસીઓના ભોળપણનો લાભ વચેટિયા-દલાલો ઉઠાવીને તેમના હક પર તરાપ મારવામાં આવતી હતી. આજે સંપૂર્ણ પારદર્શી રીતે લોકોની વચ્ચે જઈને સામે ચાલીને આ સરકારે યોજનાકીય લાભો આપ્યા છે.
વસાવાએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે છેલ્લાં ૧૦ વર્ષથી રાજ્યના ખૂણે ખૂણે ગરીબ કલ્યાણ મેળા યોજી એક કરોડથી વધુ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે હાથોહાથ રૂ. ૨૩,૦૦૦ કરોડની રોજગારલક્ષી સાધન સહાયનું વિતરણ કરી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનું જીવનધોરણ ઉંચુ લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. લાભાર્થીઓને પોતાને મળેલી ટૂલ કીટનો સાર્થક ઉપયોગ કરી પરિવારની આવક વધારવાનો મંત્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા, શ્યામસીંગભાઈ, સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આઈ.પી.ઓ. ટી.જે. ગોંડલિયા, મોરેભાઈ સહિત મોટી સંખ્યામાં નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY