રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨૩૦ કિલો ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો

0
56

રાજકોટ,
તા.૧૦/૦૩/૨૦૧૮

ઘીની ભેળસેળમાં સોયાબીન અને કલરનો ઉપયોગ

રાજકોટમાં સતત બીજા દિવસે મનપાની આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી યથાવત રહી હતી. શહેરમાં ૮૦ ફુટ રોડ અને મોચી બજારમાં અલગ અલગ ડેરીઓમાં દરોડા પાડતા ગાય-ભેસનું ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડયાયો હતો. જેમાં ભેંસનુ ૧૪૫ કિલો ઘી અને ગાયનું ૮૦ કિલો ડુપ્લીકેટ ઘી સહિત ૨૫ કિલો જેટલી અખાદ્ય મીઠાઇ ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઘીની ભેળસેળમાં સોયાબીન અને કલરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો.

નાયબ આરોગ્ય અધિકારી પી.પી રાઠોડે જણાવ્યું હતુ કે, શહેરના મોચીનગર અને ૮૦ ફુડ રોડ પર મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ ઘી બનતું હોવાની વાત મળી હતી. ત્યાં દરોડા પાડતા દુર્ગંધ મારતા વાસણો અને જગ્યા પર આવું ઘી બનતું હતું. ઘીમાં અલગ અલગ કલરની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઘીના ડબ્બા તૈયાર કરી ઉંચી કિમતે વેંચવામાં આવતા હતા. હાલ તો નોટિસ ફટકારી તમામ જથ્થાનો નાશ કરાયો હતો. આવું ઘી ખાવાથી પેટની ગંભીર બિમારી થતી હોવાનુ નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

બે દિવસ પહેલા આરોગ્યની ટીમે પશુ આહાર માટે નિયુક્ત કરેલી ચીજવસ્તુમાથી ચીઝ બનતું હતું અને લોકોને પેકિંગ કરી વેંચાતું હોવાનો પર્દાફાશ કર્યો હતો. આ ઘી ક્યાં ક્યાં વેંચાતું, અત્યાર સુધીમાં કોને કોને વેંચવામાં આવ્યું તે તમામ વિગતો ઘી બનાવનારની વધુ પુછપરછના અંતે જાણવા મળશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY