બેંગ્લુરુ,
તા.૬/૩/૨૦૧૮
વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશના હત્યા મામલે પોલીસ પકડમાં આવેલા આરોપી શૂટરે મોટો ખુલાસો કર્યો છે. શૂટરે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે હત્યા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કારતૂસ ઉત્તર પ્રદેશથી મંગાવવામાં આવ્યા હતા.
કર્ણાટકના મંડ્યા જિલ્લાના મદદુરેમાં રહેતા આરોપી નવીન કુમારે પોલીસને માહિતી આપી કે પ્રત્યેક કારતૂસ યુપીથી મંગાવવામાં આવ્યા હતા. જેમાં એક કારતૂસ માટે એક હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. હાલમાં એસઆઈટીની કસ્ટડીમાં નવીનની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૂત્રોનું માનીએ તો નવીને ગૌરી લંકેશની હત્યાના ષડ્યંત્રનો ખુલાસો કર્યો છે. જે બાદ પોલીસે અન્ય આરોપીઓની ઓળખ કરવાની શરૂઆત કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નવીનની ૧૮ ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. પોલીસને શંકા છે કે નવીને ગૌરી લંકેશની હત્યા કરવા માટે તેના ઘરની રેકી કરી હતી.
ગૌરી લંકેશની હત્યા કરવા માટે ત્રણ સંદિગ્ધોએ ગૌરી લંકેશના નિવાસ સ્થાને ત્રણ ચક્કર લગાવ્યા હતાં. મહત્વનું છે કે ગૌરી લંકેશની હત્યા બાદ મોદી સરકાર નિશાને આવી હતી. તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"