હવે રેલ્વેમાં રિઝર્વેશન ચાર્ટ લગાવવામાં આવશે નહિ,નવા નિયમો લાગુ

0
105

ન્યુ દિલ્હી,
તા.૬/૩/૨૦૧૮

રેલવે નિયમો અને સુવિધાઓમાં દરરોજ કંઇકને કંઇક ફેરફાર થઇ રહ્યા છે. નવો ફેરફાર રિઝર્વેશન ચાર્ટને લઇને કરવામાં આવ્યો છે. આ ફેરફાર અનુસાર જા તમે રેલ યાત્રા કરવા જઇ રહ્યા છો તો આ તમારા માટે જરૂરી માહિતી છે. રેલવેએ ૧ માર્ચ ૨૦૧૮થી રિઝર્વેશન ચાર્ટની સુવિધા બંધ કરી દીધી છે. રેલવે બોર્ડના આદેશ અનુસાર ૧ માર્ચથી ટ્રેન કોચમાં હવે રિઝર્વેશન ચાર્ટ લગાવવામાં આવશે નહીં. રેલવે બોર્ડ તરફથી આ વ્યવસ્થા એક માર્ચથી લાગૂ કરી દેવામાં આવી છે.

યાત્રીઓ દ્વારા મળેલા ફીડબેક પર આગળની યોજના બનાવવામાં આવશે. આ હેઠળ ૧ માર્ચ ૨૦૧૮થી દરેક એ ૧, એ અને બી શ્રેણીના સ્ટેશનોથી ચાલતી કોઇ પણ ટ્રેનના કોચ પર રિઝર્વેશન ચાઅર્ટ ચિપકાવવામાં આવશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેશન પર જ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટેડ ડિસ્પ્લે બોર્ડ પર જ રિઝર્વેશન ચાર્ટ લગાવવામાં આવે.

દેશમાં દરરોજ ચાર્ટ લગાવવા માટે ઘણા કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે ચાર્ટને ચિપકાવવા માટે કર્મચારીઓની પણ જૂર પડે છે. આ જાચા રેલવેએ પેપરલેસ થવાની કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત રેલવેને સ્ટેશનરી ખર્ચ થનારા લાખો રૂપિયાની બચત થશે. રેલવેએ ખર્ચ કરવા માટે ટ્રેન કોચ પર રિઝર્વેશન ચાર્ટને ચિપકાવાની સુવિધા બંધ કરી દીધી છે. રેલવે આ બચત રકમનો ઉપયોગ ડિજીટલાઇઝેશન પર કરવામાં આવશે.

રેલવેએ રિઝર્વેશન ચાર્ટ ચિપકાવવાની સુવિધા બંધ કરવાની સાથે જ ટિકીટ રિઝર્વેશનના સમયે યાત્રીઓને મોબાઇલ નંબર દાખલ કરાવવો ફરજિયાત છે. રેલ યાત્રીઓને એસએમએસથી રિઝર્વેશનની સ્થતિ, બર્થ અપડેટની જાણકારી આપવાની સુવિધા ઘણા સમય પહેલા જ શરૂ કરી દીધી હતી.

દેશના મોટાભાગના રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક ચાર્ટ ડિસ્પ્લે લગાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઇલેક્ટ્રોનિક ડિસપ્લે પર રિઝર્વેશનની સ્થતિ જાણી શકો છો. જે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક ચાર્ટ ડિસપ્લેની સુવિધા નથી, તો સ્ટેશન પર કાગળના આરક્ષણ ચાર્ટ લગાવવામાં આવશે પરંતુ કોચની બહાર ચાર્ટ લગાવવામાં આવશે નહીં. આ ઉપરાંત વેબસાઇટ પર પણ સ્ટેટસ હેઠળ રિઝર્વેશનની જાણકારી લઇ શકાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY