બજરંગદળ, આંતરરાષ્ટ્રીય વિશ્વહિન્દુ પરિસદ અને લખતર માલધારી સમાજ દ્વારા રેલી અને આવેદન કેમ અપાયું ?

0
41

બજરંગદળ, આંતરરાષ્ટ્રીય વિશ્વહિન્દુ પરિસદ અને લખતર માલધારી સમાજ દ્વારા તાજેતર માં શહાદત વોરેલા સ્વ. રાજુભાઇ દેસાઈ ની યાદમાં જાહેરસભા અને રેલીનું આયોજન કરી લખતર મામલતદાર ને આવેદન આપી મારનાર શખ્સોને પકડી પાડવા માગણી કરાઈ

તાજેતરમાં ગૌરક્ષા માટે થઈને ખેરપુર જિલ્લો મહેસાણાના રાજુભાઇ ગાંડાભાઈ દેસાઈની ગાયોને કતલ ખાને લઈ જતા શખ્સો દ્વારા હત્યા કરી દેવાઈ હતી અને હજી સુધી તેના હત્યારા પકડ ની બહાર હોય અને હિન્દુઓની હિંદુઓ દ્વારા બનેલી સરકાર હોવા છતાં વારંવાર આવા હત્યાના અને ગાયોના કતલના બનાવ બનતા હોય લખતર બજરંગદળ આતર રાષ્ટ્રીય વિશ્વહિંદુ પરિસદ લખતર માલધારીસમાજ દ્વારા એક જાહેરસભાનું આયોજન લખતરના ઉગમના દરવાજે કર્યું હતું ત્યારબાદ રેલી સ્વરૂપે લખતર મામલતદાર ને આવેદનપત્ર આપી હત્યારાઓને પકડી પાડવા ઉગ્રમાંગ કરાઈ હતી આ કાર્યક્રમમાં લાલદાસબાપુ ગેડિયા કેહુબાપુ કમિજલા સેવાદસબાપુ લખતર સુરત ગૌરક્ષક શૈલેષભાઇ મેર મહામંત્રી રાષ્ટ્રીય બજરંગદળ આતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિસદ સૌરાષ્ટ્ર પ્રાંત જગદીશભાઈ વડોદરીયા લખતર બજરંગદળ ના કિશોરભાઈ લુહાર રમેશભાઈ જખવાડિયા વિજયભાઈ ભરવાડ તથા મોટી સંખ્યા માં લખતર ગામના માલધારી સમાજ ના લોકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર દિપકસિંહ વધેલા
લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY